સામાન્ય રેલવે મુસાફરોની સુવિધાઓ ઉપર રેલવેનું ફોકસ : કોચ ઉત્પાદનમાં થયો વધારો

0

રેલવે દ્વારા ૨૦૨૪ અને ૨૦૨૫ દરમ્યાન ૧૦૦૦૦ નોન-એસી કોચોનું ઝડપથી ઉત્પાદન

સામાન્ય મુસાફરોના જીવનને સરળ બનાવવા માટે, ભારતીય રેલ્વેએ આગામી બે વર્ષ માટે લગભગ ૧૦,૦૦૦ નોન-એસી કોચ બનાવવાની યોજના બનાવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન લગભગ ૧૦૦૦૦ કોચનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં ૫૩૦૦થી વધુ જનરલ કોચ સામેલ છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં, રેલવે અમૃત ભારત જનરલ કોચો સહિત ૨૬૦૫ જનરલ કોચ, અમૃત ભારત સ્લીપર કોચો સહિત ૧૪૭૦ નોન એસી સ્લીપર્સ, અમૃત ભારત એસએલઆર કોચો સહિત ૩૨૩ એસએલઆર કોચ, ૩૨ ઉચ્ચ ક્ષમતા વાળી પાર્સલ વાન અને ૫૫ પેન્ટ્રી કાર બનાવવાની યોજના બનાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં, રેલવે અમૃત ભારત જનરલ કોચ સહિત ૨૭૧૦ જનરલ કોચ, અમૃત ભારત સ્લીપર કોચ સહિત ૧૯૧૦ નોન એસી સ્લીપર્સ, અમૃત ભારત એસએલઆર કોચ સહિત ૫૧૪ એસએલઆર કોચ, ૨૦૦ ઉચ્ચ ક્ષમતાવાળી પાર્સલ વાન અને ૧૧૦ પેન્ટ્રી કાર બનાવવાની યોજના બનાવી છે. રેલ સેવાની માંગ બદલાતી રહે છે અને મોસમી ફેરફારો, પેસેન્જર ટ્રાફિકમાં વધારો વગેરેને આધારે ઘટતી/વધતી રહે છે. કોચોની જરૂરિયાત આ પરિબળો ઉપર આધારિત છે અને વાર્ષિક કોચ ઉત્પાદન કાર્યક્રમમાં તેનો સમાવેશ થાય છે. કોચોનું ઉત્પાદન સામાન્ય રીતે જરૂરિયાત મુજબ થાય છે.

error: Content is protected !!