સોમનાથના દરીયાકાંઠેથી પોણા કરોડની કિંમતનો અફઘાની ચરસનો બિનવારસુ જથ્થો મળી આવતા હડકંપ

0

દરીયામાં હેરાફેરી દરમ્યાન સુરક્ષા એજન્સીના ડરથી નાંખી દીધેલ હોય જે તણાઈને આવ્યો હોવાનું અનુમાન : ગત વર્ષે પણ આવી રીતે કરોડની કિંમતના ૩૫૦ જેટલા ચરસ પદાર્થના પેકેટો મળી આવેલ

સોમનાથ મંદિર નજીકના દરીયા કિનારેથી ફરી એકવાર માદક પદાર્થ ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. એસ.ઓ.જીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સામેના સમુદ્ર કિનારા ઉપર ૧ કિલો ૪૪૨ ગ્રામ વજનના ચરસનું એક બિનવારસી પેકેટ મળી આવ્યું છે. આ જથ્થાની કિંમત રૂા.૭૦.૭૨ લાખ થાય છે. આ એસઓજી દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતના કચ્છથી લઈને પોરબંદર, સોમનાથના સમુદ્ર કિનારેથી નશીલા પદાર્થોના બિનવારસુ પેકેટો મળી આવતા હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ વોચ રાખવા ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સુચનાથી એસઓજી પી.આઈ. જે.એન. ગઢવી, પીએસઆઈ પી.જે. બાટવા સહિતની ટીમ સતત કાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ કરી રહી હતી. દરમ્યાન ગઇકાલે સવારે સોમનાથ મંદિરના પાછળના ભાગે સોમનાથ મરીન પોલીસ સ્ટેશનની સામેના દરિયાકાંઠે એક બિનવારસુ શંકાસ્પદ પેકેટ પડ્યુ હોવાની બાતમી એસઓજીના દેવદાન કુંભારવડિયાના મળી હતી. જેના આધારે સ્થળ ઉપર તપાસ કરતા શંકાસ્પદ નશીલા પદાર્થ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. હ્લજીન્ની ટીમ દ્વારા વરસાદી વાતાવરણ હોવાથી શંકાસ્પદ માદક પદાર્થના પેકેટને પૃથકરણ માટે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા પેકેટ સફેદ કાપડ છહ્લય્ૐછદ્ગ ઁઇર્ંડ્ઢેંઝ્ર્‌ ૧૨૦૦ ય્સ્ દ્ભૈંદ્ગય્ તથા ઉર્દુ જેવી ભાષામાં લખાણ લખેલી પ્લાસ્ટીકની પારદર્શક કોથળી હતી. જેને તોડતા અંદર બીજુ લીલા કલરનું પ્લાસ્ટીકની કોથળીનું પેકીંગ હતું. જેના ઉપર બે ખજુરીના ચીત્ર વચ્ચે સાબરનું ચીત્ર, રાણીનું ચિત્ર તથા અંગ્રેજીમાં ્‌ૐઈ જી્‌ર્ંઇરૂ ર્ંહ્લ મ્ઇઈછદ્ભહ્લછજી્‌ મ્ન્ઈદ્ગડ્ઢ ર્દ્ગં્‌ઈજી ર્ંહ્લ મ્ઇર્ંઉદ્ગજીેંય્છઇ શ્ જીઉઈઈ્‌ ર્ંઇછદ્ગય્ઈ વગેરે લખાણ લખેલું હતું. જે પેકેટ તોડતા તેના અંદરના ભાગે એક લાલ કલરની કોથળી હતી જે કોથળી તોડી હ્લજીન્ દ્વારા જાેતાં તેમા ઘેરા કથાઈ રંગનો આછા ગુલાબી રંગના પાતળા કાગ જેવા રેપરના ટુકડા ચોટેલ પોચો, ચીકણો, ગઠઠા સ્વરૂપનો વિશીષ્ટ વાસવાળો પદાર્થ નીકળ્યું હતું. જેનું તેઓની પાસે ઉપલબ્ધ નાર્કોટીક ટેસ્ટ કીટ વડે પ્રાથમિક પરીક્ષણ કરતા માદક પદાર્થ ચરસના(મેરીજુઆના હસીસ) સકીય ઘટકો જણાયું હતું. બાદમાં તેનો વજન કરતા ૧૪૪૨ ગ્રામ જેવો થયેલ અને આ અફઘાની ચરસની એક ગ્રામની કિંમત ૫ હજાર હોય જે મુજબ ૧૪૪૨ ગ્રામની કુલ રમ૭૨.૭૦ લાખ મુજબ જેવી થતી હતી. આ મામલે ર્જીંય્ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ભારતના યુવાધનને બરબાદ કરવા માટેના બદ ઈરાદાથી દરીયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ચરસનો જથ્થો લાવતી વખતે દરીયાઇ સુરક્ષા એજન્સીના ડરથી દરીયામાં ફેંકી દેતા દરીયાઈ પ્રવાહ સાથે દરીયાકાંઠે તણાઈ આવેલ હોવા અંગે દ્ગડ્ઢઁજી એકટ મુજબ ગુન્હો નોંધવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ગીર સોમનાથ જીલ્લાના દરીયાકાંઠા ઉપર જુદા જુદા સ્થળોએથી કરોડોની કિંમતના ૩૫૦ થી પણ વધુ ચરસના પેકેટોનો બિનવારસુ જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ હજુ ચાલી રહી હોય દરમ્યાન ફરી ચરસનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી છે. આને લઈ કાંઠાના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!