પ્રાચી તીર્થ ખાતે ડિમોલોશન હાથ ધરાયું : રોડ ઉપરની દુકાનોના છાપરા-ઓટા તોડયા

0

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગત રોજ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા પ્રાચી ખાતે રૂબરૂ મુલાકાતે આવી તમામ દુકાનદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ડીમોલેસન માટે જાણ કરવા માં આવી હતી જેમાં આજ રોજ પ્રાચી તીર્થનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચી માધવરાયજી રોડ, મ્હોબતપરા રોડ, વેરાવળ કોડીનાર હાઇવે ઉપરની તમામ દુકાનોના છાપરા તેમજ ઓટા તોડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે જિલ્લા કલેકટર જાડેજા દ્વારા મુલાકાત લીધી હતી અને પ્રથમ માધવજી પ્રભુના દર્શન કરી અને વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે જે કે નડતર રૂપ હોય તે સ્વચિક રીતે હટાવી લ્યો જેના અનુસંધાને આજે વહેલી સવારથી જ દુકાનોના નડતરરૂપ પતરા, ઓટા જેસીબી દ્વારા કાઢવામાં આવ્યા હતા પ્રાચીની વિવિધ બજારો અને હાઇવે રોડની બંને સાઈડના નડતર રૂપ ઓટા, પતરા તોડી પડાયા હતા અને આખો દિવસ આ કામગીરી ચાલુ હતી. જેમાં વહીવટી તંત્ર દ્વારા સુત્રાપાડા પોલીસ ટીમને સાથે રાખી આ કામગીરી કરવામાં આવી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!