જૂનાગઢના ર૦થી વધુ લોકોના રૂપીયાનું કરી નાખી અને ભારે મોટું કૌભાંડ આચરનાર બિલ્ડર મનિષ કારીયા કે જે ફરાર થઈ ગય હતો તેની આખરે પોલીસે ધરપકડ કરી છે અને તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન જૂનાગઢના ધરારનગરનો અને હાલ રાજકોટના વાવડી ગામમાં રહેતો પ્રકાશ ઉર્ફે કાનો ઉર્ફે આદિ કાંતિ સોંદરવા અને મયુર જમનાદાસ પુરાણી કાર લઈ જૂનાગઢના ધરાર નગર ખાતે રહેતો ભરત ઉર્ફે સ્ટાર પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરવા આવેલ હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી અને ધરાર નગરમાં બાતમી વાળી કાર આવતા રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારમાંથી ઉતરીને પ્રકાશ ઉર્ફે કાનો ઉર્ફે આદિ અને મયુર જમનાદાસએ નાસી દેવાનો પ્રયાસ કરતા બંનેને પકડી લીધા હતા અને કારમાંથી રૂપિયા 18600ની કિંમતના ઇંગ્લિશ દારૂની 186 બોટલ મળી આવતા બે મોબાઈલ ફોન તથા કાર મોડલ કુલ રૂપિયા 5,33,600નો મુદ્દામાલ કબજે લીધો હતો અને દારૂનો જથ્થો આપનાર ભરત ઉર્ફે સ્ટાર રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.