ગ્રીન ખંભાળિયા ઝુંબેશમાં મેડિકલ એસોસિએશન દ્વારા નોંધપાત્ર સહયોગ : વૃક્ષો દત્તક લેવાયા

0
ખંભાળિયા શહેરને હરિયાળુ બનાવવા માટે સેવાભાવી કાર્યકરો દ્વારા હાથ ધરાયેલી “ગ્રીન ખંભાળિયા મિશન 2000” અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ, કાર્યકરો દ્વારા વિવિધ પ્રકારે સહયોગ મળી રહ્યો છે. જેમાં અહીંના મ્યુનિસિપલ ગાર્ડન ખાતે તાજેતરમાં ખંભાળિયા મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો, વેપારીઓ સાથે યોજાયેલી બેઠકમાં કેમિસ્ટ વેપારીઓએ ખાસ ઉપસ્થિત રહી અને ગ્રીન ખંભાળિયા મિશનમાં તેમના દ્વારા 30 થી વધુ ઝાડ દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિને આવકાર સાંપળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરના સોના-ચાંદીના વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સહિતના જુદા જુદા મંડળો વિગેરે દ્વારા ગ્રીન ખંભાળિયા 2000માં પોતાનું યોગદાન નોંધાવવામાં આવ્યું છે.
error: Content is protected !!