કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે જગત મંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમ

0
ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના વન પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા પરિવાર દ્વારા આવતીકાલે રવિવાર તારીખ 07-07-2024 ને અષાઢી બીજના રોજ દ્વારકાધીશ મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આવતીકાલે રવિવારે બપોરે ત્રણ વાગ્યે ધ્વજા પૂજન બાદ સાંજે 4:30 વાગ્યે દ્વારકામાં આહીર સમાજની વાડી (જુના ચરકલા રોડ) ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. સાંજે 5 વાગ્યે જગત મંદિરના શિખર પર નુતન ધ્વજારોહણ તથા સાંજે 7 વાગ્યે મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં સહભાગી થવા નિમંત્રિતોને શ્રી હરદાસભાઈ હેભાભાઈ બેરા તથા મુળુભાઈ બેરા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
error: Content is protected !!