જૂનાગઢ મહાનગરપાલિકાને શા માટે સુપરસીડ ન કરવી ? લોકોમાં ભારે ચર્ચા

0

નરસિંહ મહેતા સરોવરની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે : ઉચ્ચકક્ષાએ રજુઆત

ભાજપ શાસીત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષની પ્રજાલક્ષી કામગીરીમાં અનેક ઓટ આવેલી છે. પ્રાથમિક સુવિધાના પ્રશ્ને લોકોમાં તીવ્ર આક્રોશ જાેવા મળી રહ્યો છે તો બીજી તરફ રસ્તાઓના આડેધડ ખોદકામને કારણે પણ પ્રજાને આગામી દિવસોમાં એટલે કે ચોમાસાના દિવસોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તે દિવસો હવે દુર નથી ત્યારે નગરજનોમાં એવી ચર્ચાએ જાેર મુકયું છે કે, જાે પ્રજા વિકાસના કાર્યો વર્તમાન શાસકો પુર્ણ કરી શકતા ન હોય તો શા માટે મહાનગરપાલિકાને સુપરસીડ ન કરવી ? તેવો સવાલ ઉઠવા પામેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાનું શાસન કેટલોક સમય કર્તવ્યનિષ્ઠ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે તો તેમના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના લોકોના પ્રાણ પ્રશ્નો તેમજ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો અને વિકાસના કાર્યોને પણ નવો માર્ગ મળે તેવી સંભાવના છે.
જૂનાગઢ નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું રૂપાંતર થયું તે વખતે જૂનાગઢના કલેકટર સ્વ. આર.કે. પાઠકને કલેકટર કમ કમિશ્નર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને આ કર્તવ્યનિષ્ઠ અધિકારી આર.કે. પાઠક દ્વારા જૂનાગઢ શહેરની કાયાપલટ કરવા માટેના ભગીરથ કાર્યો હાથ ધરવામાં આવેલ હતા. રસ્તાઓ, ડીવાયડર સહિતના અનેક કાર્યોમાં તેમની આગવી સુઝબુઝને કારણે ર૦ વર્ષ પહેલા અનેક કાર્યો થઈ શકયા હતા અને ખુબ જ થોડા સમયમાં આર.કે. પાઠક દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એને આજે પણ જૂનાગઢવાસીઓ ભુલી શકયા નથી. ત્યારબાદ મહાનગરપાલિકાનું ચૂંટણી યોજાઈ અને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ શાસન ઉપર આવ્યા હતા. કોંગ્રેસ, ભાજપ બંને પક્ષના શાસન કાળ દરમ્યાન પ્રજાને અનેક પ્રશ્નો મુંઝવી રહ્યા છે અને છેલ્લા લાંબા સમયમાં મહાનગરપાલિકામાં ભાજપનું શાસન અને સંપુર્ણ બહુમતી હોવા છતાં પણ આજે પણ લોકો અનેક પ્રશ્નોથી મુંઝવણ અનુભવી રહ્યા છે. ગત વર્ષે જુન માસમાં જળ હોનારત જેવી ઘટના બની હતી અને આ વખતે એ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કામગીરી કરવા માટેની નગરજનોની માંગ છે. એટલું જ નહી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ જૂનાગઢ શહેરમાં જે જળહોનારત સર્જાઈ તેના કારણરૂપ એવા વોકળા ઉપરના ગેરકાયદેસર દબાણોનો મુદ્દો ઉઠયો હતો અને સ્વિકારવામાં પણ આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા જાહેરમાં પણ જૂનાગઢના પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે તેવું વારંવાર કહેતા છતાં પણ હજુ સુધી જાેઈએ તેવી કામગીરી થઈ નથી. એક તરફ નરસિંહ મહેતા સરોવરની ગોકળ ગાયની ગતિએ ચાલતી કામગીરીનો મુદ્દો પણ ઉઠવા પામેલ છે. જૂનાગઢ શહેરમાં નદી-વોકળાની સફાઈના પ્રશ્નો પણ અટવાયા છે અને પ્રિમોન્સુનની કામગીરી ઝડપભેર આટોપી લેવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત વોકળા ઉપરના ગેરકાયદેસર દબાણો અને જાે ભારે વરસાદ આવે તો ફરી પાછું જળ સંકટ ન સર્જાઈ તે માટેના તકેદારી પગલાનો પણ હજુ અભાવ છે. તેમજ નરસિંહ મહેતા સરોવરમાં પણ ઘણી જ ખામીઓ જાેવા મળે છે અને પાણી જાે વધારે આવી ગયું તો તેના નિકાલ માટેની વ્યવસ્થા પણ મુશ્કેલી ઉભી થવાની સંભાવના છે. આવા બધા કારણસર લોકોના મન મુંઝવણમાં છે અને લોકોમાં એવી ચર્ચા ઉઠવા પામી છે કે, આના કરતા તો મહાનગરપાલિકાને સુપરસીડ કરી નાખવી જાેઈએ અને કેટલાક સમય માટે નિષ્ઠાવાન વહિવટકર્તાને શાસન આપવું જાેઈએ અને જેને લઈને જૂનાગઢ શહેરના લોકોના જે સુંદર વહિવટના સ્વપ્ન અને અપેક્ષા છે તે સાકાર થઈ શકે.

error: Content is protected !!