ગિરનાર પર્વત ઉપર રર૦૦ પગથીયે આવેલ માળી પરબની જગ્યામાં બાળકને ઢોર માર મારી નીચે ફેંકી દેતા ચકચાર

0

સેવાભાવી દુકાનદારે જાણ કરતા ભવનાથ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ડોળી મારફત ઈજાગ્રસ્ત બાળકને નીચે લાવી સિવીલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે દાખલ કરાયો

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર પર્વત ઉપર રર૦૦ પગથીયે માળી પરબની જગ્યામાં ગત મોડીરાત્રેના બનેલા એક બનાવમાં એક નાની ઉંમરના બાળકને મારમારી અને ફેંકી દેવામાં આવયો હોવાના બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત બનેલા આ બાળકને રેસ્કયુ કરીને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગિરનાર પર્વત ઉપર રર૦૦ પગથીયે આવેલ માળી પરબની જગ્યામાં ગઈકાલે મોડીરાત્રીના એક બાળકને મારમારેલ હાલતમાં નીચે ફેંકી દીધો હોવાનો બનાવ બનવા પામેલ હતો. દરમ્યાન રર૦૦ પગથીયે દુકાન ધરાવતા વિજયભાઈ ગૌસ્વામીએ ઈજાગ્રસ્ત હાલતમાં બાળકને જાેયો હતો દરમ્યાન ભવનાથ પોલીસને પણ આ બનાવની જાણ થતા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ અને સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા દરમ્યાન રેસ્કયુ કરીને આ બાળકને ડોળી મારફત નીચે લાવવામાં આવેલ અને ત્યાંથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. વિશેષમાં ભવનાથ પોલીસે વધુ વિગત આપતા જણાવેલ છે કે, બાળક અમદાવાદ નો છે અને તેના માતા-પિતાને તેની જાણ કરવામાં આવી છે અને તેઓ આવી ગયા બાદ ખરેખર શું ઘટના બની હતી તે અંગે જાણવા મળશે. આ ઉપરાંત આ બાળક હાલ ગભરાટ અને ભયમાં હોય જેથી તે બોલી શકે તે બાદ તેને કોણે માર્યો ? તેમજ તેના શરીર ઉપર જે ઈજાઓ થઈ તે કયા કારણથી થઈ છે તે અંગેની વિગતો મળી શકશે. હાલ તો ભવનાથ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવ અંગે વધુ વિગત મેળવાઈ રહી છે.

error: Content is protected !!