‘હિટવેવ’ની અસર હેઠળ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ભયમુકત

0

૧૦ બાળકો સહિત ૧૮ દર્દીઓને તત્કાલ સારવાર અપાતા સ્વાસ્થ છે : ઈન્ચાર્જ સિવીલ સુપ્રીન્ટેડન્ટ ડો. દિગંત શિકોતરા

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં હિટવેવની અસરને કારણે લુ લાગવાના કેસમાં ૧૦ બાળકો તેમજ ૪૦થી ૭૦ વર્ષની વયના ૮ મળી કુલ ૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને તેઓની સ્થિતિ સુધારા ઉપર છે અને તમામ દર્દીઓ ભયમુકત હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢ સહિત રાજયભરમાં કાળઝાળ ગરમીનું તીવ્ર મોજુ પ્રસરી ગયેલું છે અને આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢમાં હિટવેવની સ્થિતિમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. જૂનાગઢ શહેરમાં સતત ત્રીજા દિવસે ગઈકાલે ૪૪.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું અને હજુ છ દિવસ સુધી આકરી ગરમી પડશે તેવા વરતારા છે. તે દરમ્યાન છેલ્લા બે દિવસમાં સખ્ત ગરમી લાગવાથી ૧૦ બાળકો સહિત ૧૮ વ્યક્તિને સારવાર માટે સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં દાખલ કરવામાં આવેલ છે. તા.ર૧ મેના રોજ પાંચ બાળકો અને બીજા દિવસે પણ એટલા જ બાળકોને સારવાર માટે દાખલ કરાયા છે તેમજ છેલ્લા બે દિવસમાં ૪૦થી ૭૦ વર્ષની વયના વ્યક્તિઓને ગરમી લાગવાથી સારવાર હેઠળ છે. સિવીલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રીન્ટેડન્ટ દિગંત શિકોતરાએ જણાવ્યું હતું કે, હિટવેવની અસર પામેલા મોટાભાગના બાળકોની વય બે માસથી લઈ ૧૧ વર્ષની છે અને તેઓને યોગ્ય સારવાર મળતા તમામ દર્દીઓ ભયમુકત છે. વધુમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને ગરમી વધુ આકરી બની છે. જેને લઈને ગરમી લાગવાના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ગરમી લાગવાના મુખ્ય લક્ષણોમાં તાવ આવવો, ઉલ્ટી થવી, માથું દુઃખવું, સ્નાયુ સીથીલ થઈ જવા જેવી ફરીયાદો રહે છે. હિટવેવની સૌથી વધુ અસર બાળકોના આરોગ્ય ઉપર થવાની શકયતા રહે છે જેથી બાળકોને લુ ન લાગે તે માટે ફુલકાઓને ઘરમાં જ રાખવા હિતાવહક છે તેમ જણાવ્યું હતું. દરમ્યાન આકાશમાંથી સતત થઈ રહેલી અગન વર્ષાને કારણે જનજીવન પ્રભાવિત બનેલ છે. બેચેની, ગભરામણ, લુ લાગવા સહિતના કેસો સામે આવી રહ્યા છે પરંતુ લુ લાગવાના બનાવમાં તત્કાલી સારવાર મળી જાય તો દર્દી ઉપરનું જાેખમ દુર થાય છે અને ભય મુકત બની જતા હોય છે. જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હિટવેવના કારણે અસરગ્રસ્ત બનેલા તમામ ભયમુકત અને સારવાર હેઠળ છે.

error: Content is protected !!