જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રસ્તા મુદ્દે મહિલાઓએ છ કલાક સુધી ચક્કાજામ કર્યો

0

હાય હાયના નારા લગાવી ચૂંટણી ટાણે ભાજપના આગેવાનો ભજીયા ખવડાવી મત લઈ જાય બાદમાં દેખાતા નથી તેવો રોષ ઠાલવ્યો

જૂનાગઢ શહેરમાં માત્ર ત્રણ ઇંચ વરસાદથી જ અનેક સોસાયટીઓના રોડ રસ્તા ઉપર કાદવ કીચડ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે રવિવારે ઝાંઝરડા રોડ ઉપરની જીવનધારા, ક્રિષ્ના પાર્ક, શ્રીનાથજી સોસાયટી, નીલધારા, યશોદાનગર તેમજ અન્ય સોસાયટીની મહિલાઓએ ઝાંઝરડા રોડ ચક્કાજામ કર્યો હતો. ઝાંઝરડા રોડ ઉપર આવેલી સોસાયટીઓના રહીશ કાદવ-કીચડ અને ખરાબ રોડના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. ઝાંઝરડા રોડ ઉપર ચક્કાજામ થતા મહાનગરપાલિકાના વોટર શાખાના અધિકારી ચાવડા સોસાયટીઓની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે અહીંના સ્થાનિકોએ તેમને ખરાબ રોડ રસ્તાથી વાકેફ કરવા કાદવ-કીચડ વાળા રસ્તે ચલાવી પરિસ્થિતિ બતાવી હતી. તો બીજી તરફ ખરાબ રોડ રસ્તા અને કાદવ-કિચડના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જેને લઈ જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો. ઝાંઝરડા રોડ ઉપર ચક્કાજામ થતા ટ્રાફીકના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરાવવા કામગીરી હાથ ધરાઈ હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે મત માંગવા માટે આવી જાય છે અને પછી અહીં કોઈ લોકોની પરિસ્થિતિ જોવા આવતું જ નથી. જૂનાગઢ શહેરમાં છેલ્લા પાંચ વર્ષ વર્ષમાં ૧પ૬૦ કરોડના વિકાસના કામો માટે ગ્રાન્ટ આવી હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા રહ્યા છે. ત્યારે આગામી થોડા દિવ્સોમાં મહાપાલિકાની ચૂંટણી પણ આવી છે ત્યારે ચૂંટણી પૂર્વે શાસક પક્ષ માટે સૌથી મોટો પડકાર શહેરના બિસ્માર રોડ-રસ્તાઓ છે. જેનું નિરાકરણ લાવવામાં મનપા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના અનેક દાખલાઓ રોજ મનપા કચેરીએ આવતા અનેક સોસાયટીના રહીશો આપી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપરના વોર્ડ નંબર-પ અને ૭ના રહીશો જે અંતરિયાળ સોસાયટી વિસ્તારમાં રહે છે ત્યાં ભુગર્ભ ગટર અને ગેસની લાઈન માટે ખોદકામ પછી સમયસર પેચવર્ક કરવામાં ના આવતા આ તમામ વિસ્તારોમાં કાદવ-કિચડનું સામ્રજ્ય છવાયું છે. જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર લેખિત, મૌખિક રજુઆત આ વિસ્તારના મુખ્ય ચાર નગરસેવકને કરી રહ્યા હતા પરંતુ તેમના દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા રોષે ભરાયેલા આ વિસ્તારના લોકો જેમાં ખાસ કરીને મહિલાઓ રોડ ઉપર ઉતરી આવી હતી. ઝાંઝરડા રોડ ઉપર મહિલાઓએ માનવ સાંકળ બનાવીને પાંચ કલાક સુધી ચક્કાજામ કરી દેતા તંત્ર દોડતું થયું હતું. શરૂઆતમાં આંદોલનને પુરૂ કરવા માટે પોલીસ આવી હતી પરંતુ તે સફળ ના રહી, પોલીસે ખુબ પ્રયાસો કર્યા અને મહિલાઓને સમજાવી હતી પરંતુ મહિલાઓ ટસની મસ ના થતા આંદોલન ઉગ્ર બન્યું હતું. મહિલાઓએ આક્રોશભેર નગરપાલિકા હાય હાય, સંજય કોરડીયા હાય હાય, નગરસેવક હાય હાયના નારા લગાવીને કહ્યું કે, અમોએ મત અધિકારીઓને નથી આપ્યા અમારી સમસ્યા સાંભળવા માટે આ વિસ્તારના નગરસેવકોને આવવું જાેઈએ તે તેમની ફરજનો ભાગ છે. સંજય કોરડીયા કયાં ગયા અત્યારે, મત જાેતા હતા ત્યારે ભજીયા અને પફ ખવડાવ્યા હતા, બધુ ખવડાવ્યું અત્યારે કયા છુપાઈને બેઠા છો, આવે એટલે પહેલા અમારા રસ્તા ઉપર લઈ જવા છે, હાર પહેરાવીને તેનું સ્વાગત કરીશું અને હાલો અમારા વિસ્તારમાં ઉઘાડા પગે ચાલો અમને કેટલી સમસ્યા પડે છે તે જાેવા માટે એવું જણાવ્યું હતું. આમ, આ રીતે મહિલાઓએ પોતાની વેદનાને પોલીસ સમક્ષ ઠાલવી હતી. ચક્કાજામના પગલે શરૂઆતના બે કલાક સુધી તો વાહનનોના થપ્પા લાગી ગયા હતા જેથી પોલીસે વાહન વ્યવહાર અટકે નહી તે માટે રસ્તાની બંને તરફ વાહનોને ડાયવર્ટ કરી દીધા હતા તેમ છતાં મહિલાઓ રસ્તા ઉપર ઉભી રહી હતી. વરસતા વરસાદે મહિલાઓએ પોતાની શકિતનો પરચો બતાવ્યો હતો અને હાર ના માનીને સતત પાંચ કલાક સુધી જયાં સુધી નગરસેવકે સ્થળ ઉપર આવીને તેમની સમસ્યા સાંભળી નહી ત્યાં સુધી ખડેપગે રહી હતી. અંતે ખાતરી મળતા આંદોલન સમેટાયું હતું. જયારે કાયદો વ્યવસ્થા બગડે નહી તે માટે પોલીસ વિભાગના બે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંદોબસ્ત રહેલ પોલીસ સ્ટાફે છેક સુધી સારી કામગીરી બજાવી અને કુશળતાથી મામલો થાળે પાડયો હતો પરંતુ મહિલાઓ સાથે સમાધાન કરાવવા અને આંદોલન પૂર્ણ થાય અને વાહન વ્યવહાર ઝડપથી પૂર્વવત થાય તે માટે આખરે મહિલા પોલીસ અધિકારીઓએ જાતે ફોન કરીને નગરસેવકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો તે દરમ્યાન સ્થાનિક લોકોએ પણ નગરસેવકોને ફોન કરીને સ્થળ ઉપર આવવાનું જણાવતા આ વિસ્તારના ચારેય નગરસેવકોનું એક જ રટણ હતું તેઓ બહાર ગામ છે. છ કલાક સુધી રસ્તાઓ ચક્કાજામ કરી આંદોલન કરવા છતાં પણ ધારાસભ્ય કે નગરસેવક સ્થળ ઉપર આવી શકે તેવી સ્થિતિ રહી ન હતી. લોકોનો રોષ ચરમ સીમાએ હતો. પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતાં આંદોલનકારીઓ પોતાની વાત ઉપર મક્કમ હતા. નગરસેવકો અને પોલીસને પણ નક્કી થઈ ગયું હતું કે, જયાં સુધી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્થળ ઉપર નહી આવે ત્યાં સુધી આંદોલન પુરૂ થશે નહી. બાદમાં પોલીસે મધ્યસ્થી થઈ ધારાસભ્યાના વરોડના મહિલા નગરસેવક સીમાબેન પીપલીયા સ્થળ ઉપર આવ્યા હતા. જેને સ્થાનિકોએ કહ્યું કે, અમારા વિસ્તારની હાલત જાેવા રૂબરૂ આવવું જ પડશે તેથી મહિલા નગરસેવીકા સાથે સ્થાનિકોએ સોસાયટીઓની બદતર હાલત જાેવા જવું પડ્યું હતું. તે અગાઉ મનપાના પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર અલ્પેશ ચાવડા કે જેઓના માર્ગદર્શન હેઠળ ભુગર્ભ ગટર, પાણીની લાઈનની કામગીરી ચાલે છે તે અધિકારીએ સ્થળ ઉપર આવતા લોકોએ તેમનો ઉધડો લીધો હતો અને તેને પણ સોસાયટીઓની હાલત જાેવા માટે ચાલીને લઈ ગયા હતા. આ મામલે મહાનગરપાલિકાના અધિકારી અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ઝાંઝરડા ઉપર જીવનધારા સોસાયટી અને અન્ય સોસાયટીઓના લોકો દ્વારા રોડ રસ્તાને લઇ રજૂઆત કરી હતી. જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ રહી ગયા બાદ રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ વિસ્તારના રહીશુંને એવું લાગ્યું હતું કે, આ વિસ્તારમાં કામ નહીં થાય પરંતુ આ વિસ્તારમાં પણ વહેલી તકે રોડ રસ્તાના કામ પૂરા કરવામાં આવશે. આ વિસ્તારમાં ઘણી જગ્યાએ ગટર ગેસ પાઇપલાઇનના કામ પૂર્ણ થઈ ગયા છે અને અમુક કામોના ટેસ્ટીંગ બાકી છે ત્યારે વરસાદ પડતા લોકોને જે હાલાકી પડી છે તેનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે.

error: Content is protected !!