જલારામ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીપદે રાજુભાઈ ભોજાણીની નિમણૂંકને વ્યાપક આવકાર

0

જૂનાગઢના જલારામ પરિવાર ટ્રસ્ટની ધાર્મિક સામાજિક એવી અનેકવિધ પ્રવૃતિઓની સુવાસ ચોતરફ પ્રસરી રહી છે. વગર માગ્યે દાતાશ્રીઓ તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવા દાનની ઓફરો મળતી જ રહે છે. આ ટ્રસ્ટને અપાયેલું દાન ઉગી નીકળશે તેવો વિશ્વાસ સમાજમાં જાગૃત થયો છે. તાજેતરમાં જૂનાગઢના ચિલ્ડ્રન સ્પેશિયાલિસ્ટ ડો. આહિયા સાહેબે લોહાણા મહાજન વાડી બાંધવા જલારામ મંદિરની બાજુમાં કિંમતી જમીન લઈ આપી, તેમને વિશ્વાસ છે કે આ ટ્રસ્ટ મંદિરની જેમ જ્ઞાતિ વાડીનું પણ સુંદર સંચાલન કરી શકશે. આ એક વધારાની અને વિશાળ પ્રવૃતિ સંભાળી શકે તેવા ટ્રસ્ટીની નિમણુંક કરવા મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી. બી. ઉનડકટએ મનોમંથન શરૂ કર્યુ મહાજનવાડીનુ બિલ્ડીંગ પુરતી સુવિધાવાળુ અને આધુનિક બાંધે અને પછી સુપેરે વહીવટ કરે તેવા કાર્યક્ષમ પ્રમાણિક, વિનમ્ર મહાનુભાવની શોધ આદરી આખરે તેમની નજર રાજુભાઈ ભોજાણી ઉપર ઠરી. તમામ ટ્રસ્ટીઓએ તેમની આ પસંદગી એકી અવાજે સ્વીકારી લીધી. સમાજમાંથી પણ જબરજસ્ત આવકાર મળી રહયો છે. રાજુભાઈ અનેક સામાજિક સંસ્થાઓમાં મહત્વના હોદા ધરાવે છે. સ્વામી નારાયણ સંપ્રદાયમાં આગવું માન અને સ્થાન ધરાવે છે. તેમણે એક ઉદારચિત સદગસ્થ દાતા તરીકે સમાજમાં આદરભરી લોકપ્રિયતા મેળવી છે.

error: Content is protected !!