ધોધમાર વરસાદ વચ્ચે નરસિંહ મહેતા સરોવર ઉપર રોડનું કામ કર્યું !

0

પ્રોજેક્ટ અંતર્ગત તળાવ સંકુલમાં અલગ અલગ કામો ચાલી રહ્યા છે. હાલ તળાવની ફરતે સિમેન્ટ કોંક્રિટના રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢમાં હાલ ૬૦ કરોડના ખર્ચે નરસિંહ મહેતા તળાવનું બ્યુટીફિકેશન ચાલી રહ્યું છે. ત્યારે બે દિવસ પહેલા જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ દરમ્યાન જ બ્યુટીફિકેશનની કામગીરીમાં સિમેન્ટ ક્રોકિંટના રસ્તાની કામગીરી કરતા સવાલો ઉઠાવ્યા છે. ચાલુ વરસાદે રસ્તાનું કામ કરાતા બે દિવસમાં જ રસ્તો બેસી ગયાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ આ મામલે ધારાસભ્યએ પણ કમિશ્નરને આ મામલે તપાસ કરવા કહ્યું છે. જાે રોડની કામગીરી નબળી થઈ હોય તો ખોદીને ફરી બનાવવા કહ્યું છે. જૂનાગઢની ઓળખ સમાન નરસિંહ મહેતા તળાવનું ૬૦ કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ શહેરમાં બે દિવસ પહેલા વરસતા ધોધમાર વરસાદ વચ્ચે પણ તળાવ પર સીસી રોડની કામગીરી કરવામાં આવતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ૬૦ કરોડના પ્રોજેક્ટની કામગીરીની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્‌યા છે. ચાલુ વરસાદે સિમેન્ટ રોડના કામનો વીડિયો ધારાસભ્ય સંજય કોરડીયા પાસે પણ પહોંચ્યો હતો. સંજય કોરડીયએ કહ્યું હતું કે, કમિશ્નરને આ બાબતે ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે, કામ ક્વોલિટી વર્ક થવું જાેઈએ. ચાલુ વરસાદે સિમેન્ટનું કામ થયા એ યોગ્ય નથી. તપાસ કરવામાં આવે જાે ખરાબ હોય તો નવું કામ કરવા માટે કહ્યું છે. નરસિંહ મહેતા તળાવનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું હોય ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા એક મહિના પહેલા જ સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે ધારાસભ્યએ કહ્યું હતું કે, સ્પીડમાં કામ કરવું અને વરસાદમાં કામ કરવું એ અલગ બાબત છે. સ્પીડમાં કામ કરવાનું છે પણ વરસાદમાં કરવાનું નથી હોતું. બીજા કામો પણ થતા હોય છે ચોમાસા કઈ રીતે કામ કરવું એ કોન્ટ્રાક્ટર અને અધિકારીએ કાળજી રાખવાની હોય છે. અધિકારીને પગલાં લેવાના છે. કામ નિયમ મુજબ થાય તેવી સૂચના આપી છે. જયારે જૂનાગઢ મનપાના કોંગ્રેસી કોર્પોરેટર લલિત પરસાણાએ કહ્યું હતું કે, આખા ગુજરાતમાં જાે ભ્રષ્ટાચારની પાઠશાળાની પર્યાય હોય તો તે જૂનાગઢ મનપા છે. નરસિંહ મહેતા સરોવરનું કામ ચાલી રહ્યું છે તેમાં રસ્તાનું કોંક્રિટનું કામ કરવામાં આવે છે. ચાલુ વરસાદમાં પણ સિમેન્ટનું કામ ચાલુ હતું. જેમાં બે દિવસમાં જ ભૂવા પડી ગયા છે રસ્તો બેસી ગયો છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી આ કામગીરી ધીમી થતી હોવાની રજૂઆત કરી હતી. તેના હિસાબે જે આ તાત્કાલીક કામગીરી આરંભી છે તે ઉતાવળમાં કેવી થાય તે જાેઈ શકીએ છીએ. સારામાં સારી કામગીરી થવી જાેઈએ તેના બદલે લોટમાં લીટા તાણવા જેવી કામગીરી થઈ રહી છે. ધારાસભ્ય મુલાકાત લે અને પગલાં લે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!