જૂનાગઢની કામદાર સોસાયટીમાં સિંહની લટાર : સ્થાનિકોમાં ભય

0

જૂનાગઢની કામદાર સોસાયટીમાં મોડી રાત્રે બે સિંહો બિન્દાસ લટાર મારતા જાેવા મળ્યા હતા. કામદાર સોસાયટીના રહીશોએ પોતાના મોબાઈલમાં સિંહોનો લટાર મારતો વીડિયો કેદ કર્યો હતો. જે વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વરસાદી વાતાવરણ વચ્ચે સિહો જંગલ મૂકી રેવન્યુ વિસ્તાર કે સોસાયટીમાં આવી ચડતા લોકોમાં પણ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. અગાઉ પણ અનેકવાર સિંહો રોડ રસ્તા અને સોસાયટીમાં દેખા દીધાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે કે સોસાયટીમાં હાલ ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. જેને લઇ વન વિભાગ દ્વારા સિહોને જંગલ વિસ્તાર તરફ જ રાખવામાં આવે જેથી લોકોમાં સિંહને લઈ ભય ના રહે. આ મામલે વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયાએ જણાવ્યું હતું કે, સિંહો સોસાયટીમાં લટાર મારતા દેખાય છે તે સિંહો સીટી ગ્રુપના છે. સીટી ગ્રુપમાં છ થી સાત સિંહો છે. જે સિંહો જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારે છે. પરંતુ આ સિંહો કોઈ રંજાડ કરતા નથી અને રેવન્યુ વિસ્તારના વાતાવરણમાં ટેવાયેલા હોવાથી અવારનવાર અલગ અલગ સોસાયટી રોડ રસ્તા ઉપર જાેવા મળે છે.

error: Content is protected !!