દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની સોઢા અનિરૂધ્ધસિંહે S.V.I.M. સાથે માઉન્ટ લેંગડીઝોંગ ૫૨૦૦ મીટર ઊંચું શિખર સર કરી તિરંગો લહેરાવ્યો

0

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના વતની અને હાલ જામનગર નિવાસી સોઢા અનિરૂધ્ધસિંહે સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનરીંગ માઉન્ટ આબુ ખાતે ૧મહિનાની કોચિંગ બાદ હિમાલય એક્સપિડીશન માટે એક્ઝામ આપી હતી. જેમાં ક્વોલિફાઇડ થયા બાદ ગુજરાતના ૧૦ લોકોની પસંદગી થઈ હતી. જે ટીમ S.V.I.M.સાથે હિમાલયની ગિરિમાળા ઉપર આવેલ ૫૨૦૦ MTR હાઈટ ઉપર આવેલ માઉન્ટ લેંગડીઝોંગ શિખર સર કરી ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે માઉન્ટેનિંગ દરમ્યાન વાતાવરણીય દબાણ, વરસાદ, પવન, સ્નો ફોલ, ઓક્સિજનની કમી વગેરે જેવા ખતરાઓનો સામનો કરવો પડે જે માટે અગાઉથી તેની તાલીમ આપવામાં આવે છે. મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ યુવાને ખતરાઓનો સામનો કરી આટલી ઉંચાઈ ઉપર પહોંચી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

error: Content is protected !!