રેલવે સુરક્ષા બળ(આરપીએફ)એ છેલ્લા ૭ વર્ષ દરમ્યાન ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ ૮૪,૧૧૯ બાળકોને બચાવ્યા

0

છેલ્લા સાત વર્ષથી રેલવે સુરક્ષા બળ(આરપીએફ) ‘નન્હે ફરિશ્તે’ નામના ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું છે. આ એક મિશન છે જે ભારતીય રેલવે ઝોનોમાં પીડિત બાળકોને બચાવવા માટે સમર્પિત છે. છેલ્લા સાત વર્ષ (૨૦૧૮-મે ૨૦૨૪) દરમિયાન, આરપીએફએ સ્ટેશનો અને ટ્રેનોમાં જાેખમમાં અથવા જાેખમમાં રહેલા ૮૪,૧૧૯ બાળકોને બચાવ્યા છે. ‘નન્હે ફરિશ્તે’ માત્ર એક ઓપરેશન કરતાં પણ વધુ છે તે હજારો બાળકો માટે એક જીવનરેખા છે જેઓ પોતાને અનિશ્ચિત સંજાેગોમાં શોધે છે. ૨૦૧૮ થી ૨૦૨૪ સુધીનો ડેટા અતૂટ સમર્પણ, અનુકૂલનશીલતા અને સંઘર્ષ ક્ષમતાની વાર્તા દર્શાવે છે. દરેક બચાવ એ સમાજના સૌથી અસુરક્ષિત સદસ્યોની સુરક્ષા માટે ઇઁહ્લની પ્રતિબદ્ધતાનું એક પ્રમાણ છે. વર્ષ ૨૦૧૮માં ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ની મહત્વપૂર્ણ શરૂઆત થઈ. આ વર્ષે, આરપીએફએ કુલ ૧૭,૧૧૨ બાળ પીડિતોને બચાવ્યા. જેમાં બાળકો અને બાળકીઓ બંને શામિલ હતા. બચાવી લેવામાં આવેલા ૧૭,૧૧૨ બાળકોમાંથી ૧૩,૧૮૭ની ઓળખ ભાગેડુ બાળકો તરીકે કરવામાં આવી હતી, ૨૧૦૫ ગુમ થયા હતા, ૧૦૯૧ છૂટા પડ્યા હતા, ૪૦૦ બાળકો નિરાધાર, ૮૭ અપહરણ, ૭૮ માનસિક રીતે અશક્ત અને ૧૩૧ બેઘર બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષ ૨૦૧૮ માં જે આવી પેહેલની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરતા ઓપરેશન માટે એક મજબૂત પાયો રખાયો હતો. વર્ષ ૨૦૧૯ દરમ્યાન આરપીએફના પ્રયાસો સતત સફળ રહ્યા હતા અને બાળકો અને બાળકીઓ બંને સહિત કુલ ૧૫,૯૩૨ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા ૧૫,૯૩૨ બાળકોમાંથી ૧૨,૭૦૮ ભાગેડુ હતા, ૧૪૫૪ ગુમ, ૧૦૩૬ અલગ થયેલા, ૩૫૦ નિરાધાર, ૫૬ અપહરણ, ૧૨૩ માનસિક રીતે અસ્વસ્થ અને ૧૭૧ બેઘર બાળકો તરીકે ઓળખાયા હતા. વર્ષ ૨૦૨૦ કોવિડ મહામારીને કારણે પડકારજનક હતું, જેણે સામાન્ય જીવનને ખોરવ્યું હતું અને કામગીરીને નોંધપાત્ર રીતે અસર કરી હતી. આ પડકારો છતાં, ઇઁહ્લ ૫,૦૧૧ બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું. વર્ષ ૨૦૨૧ દરમ્યાન આરપીએફ એ તેની બચાવ કામગીરીમાં પુનરૂત્થાન જાેયું, જેનાથી ૧૧,૯૦૭ બાળકોને બચાવ્યા હતા. આ વર્ષે શોધાયેલ અને સરંક્ષિત કરવામાં આવેલ બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો, જેમાં ૯૬૦૧ બાળકો ભાગેડુ તરીકે ઓળખાયા, ૯૬૧ ગુમ થયા રૂપમાં, ૬૪૮ અલગ થયેલા, ૩૭૦ નિરાધાર, ૭૮ અપહરણ, ૮૨ માનસિક રૂપથી વિકલાંગ અને ૧૨૩ બેઘર બાળકો તરીકે ઓળખાયા હતા. વર્ષ ૨૦૨૩ દરમ્યાન આરપીએફ ૧૧,૭૯૪ બાળકોને બચાવવામાં સફળ રહ્યું હતું. તેમાંથી ૮૯૧૬ બાળકો ઘરેથી ભાગેડુ હતા, ૯૮૬ ગુમ થયા હતા, ૧૦૫૫ અલગ થયા હતા, ૨૩૬ નિરાધાર હતા, ૧૫૬ અપહરણ થયા હતા, ૧૧૨ માનસિક રૂપથી વિકલાંગ હતા અને ૨૩૭ બેઘર બાળકો હતા. આરપીએફએ આ અસુરક્ષિત બાળકોની સુરક્ષા અને સારી કાળજી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૨૦૨૪ના પ્રથમ પાંચ મહિનામાં આરપીએફએ ૪,૬૦૭ બાળકોને બચાવ્યા છે. જેમાં ૩૪૩૦ ઘરેથી ભાગેડુ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે, પ્રારંભિક વલણો ઓપરેશન ‘નન્હે ફરિશ્તે’ માટે સતત પ્રતિબદ્ધતાની સાક્ષી આપે છે. આ સંખ્યાઓ બાળકો ભાગી જવાની સતત સમસ્યા અને તેમના માતા-પિતા પાસે સુરક્ષિત રીતે પરત કરવાના આરપીએફના દ્વારા કરેલ પ્રયાસો બંને દર્શાવે છે. આરપીએફએ તેના પ્રયત્નો દ્વારા ન માત્ર બાળકોને બચાવ્યા છે, બલકે ઘરેથી ભાગેડુ અને ગુમ થયેલા બાળકોની દુર્દશા વિશે પણ જાગૃતિ વધારી છે, જે આગળની કાર્યવાહી અને વિવિધ હિતધારકો નું સમર્થન મળ્યું. આરપીએફના ઓપરેશન ના દાયરાઓ સતત વધી રહ્યા છે, દરરોજ નવા પડકારોનો સામનો કરીને ભારતના વિશાળ રેલવે નેટવર્કમાં બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવા માટે કરી રહ્યા છે. ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર બાળકો વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. ૧૩૫ થી વધુ રેલવે સ્ટેશનો પર ચાઈલ્ડ હેલ્પડેસ્ક ઉપલબ્ધ છે. આરપીએફ બચાવેલા બાળકોને જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપે છે. જિલ્લા બાળ કલ્યાણ સમિતિ બાળકોને તેમના માતાપિતાને સોંપે છે.

error: Content is protected !!