વિસાવદર જોશી પરિવારની દીકરી કુ.નિશિબેન એવોર્ડ અપાયો

0
વિસાવદર ના સાઠોદરા નાગર પરિવારમાં જન્મેલી દીકરીને ગીરસોમનાથ કલેકટર દ્વારા ટી.બી.મુક્ત ભારત અંગેની સરાહનીય કામગીરી કરેલ હતી. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદરના સાઠોદરા નાગર પરિવારના અને હાલ તાલાળા ખાતે દિપક મેડિકલ એજન્સી ધરાવતા  દીપકભાઈ દિલીપભાઈ જોશી તથા માતા રેખાબેનની લાડકવાયી દીકરી તથા જોશી પરિવારમાં જન્મેલી દીકરી નિશિબેન નાનપણ માથી જ ખૂબ હોંશિયાર હતી તેઓ નાનપણ થીજ પિતાના વ્યવસાય તરફ ખુબજ લગાવ હતો અને તેમના બન્ને કાકાઓ તથા પિતા મેડિકલ લાઈનમાં હોય તેઓએ પણ ખુબજ મહેનત કરી ફાર્માસિસ્ટ ની ડીગ્રી મેળવેલ હતી.અને હાલ ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ ખાતે સિવિલ હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી નિશિબેન ને તાજેતરમાં ટી.બી.મુક્ત ભારત અંગેની ખુબજ સરાહનીય કામગીરી કરતા જિલ્લા કલેકટર ના હસ્તે શિલ્ડ આપી તેમનું સન્માન કરાતા તેમને તથા તેમના પિતાને વિવિધ વર્ગ તરફથી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે.
error: Content is protected !!