ફાટસર ગામે કેદારેશ્વર મહાદેવ ના સાનિધ્ય મા 82 મી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ યોજાશે

0
ઊના ના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે પવિત્ર મછુંન્દ્રી નદી ના કિનારે પ્રાચીન અને પૌરાણિક કેદારેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે જ્યાં સનાતન આશ્રમ મા સંકલપ સિધ્ધ અ. નિ.પ. પુ. મૌની મહારાજ જે તપ કરી તપોભૂમિ બનાવેલ તેમના સંકલ્પ થી 82 મી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તા,4/4/25 ને શુક્રવારે સર્વ સેવક ગણો અને સમસ્ત ફાટસર ગ્રામ જનો ના સહકાર થી શ્રી, હરિ ગૌશાળા માં રહેતી નિરાધાર ગૌ માતા ના લાભાર્થે તેમજ સનાતન આશ્રમ મા અ. નિ.પૂ.મૌનીજી અતિથિ ભવન અને ભોજનાલય ના નિર્માણ ના લાભાર્થે યોજાશે સવારે 8 કલાકે શોભા યાત્રા રામજી મંદિર અને સ્વામિ નારાયણ મંદિરે થી ધામ ધુમ થી નીકળી કથા ના સ્થળે પહોંચશે કથા નું રસ પાન સ્વામિ નારાયણ સમપ્રદાય વિદ્વાન સાધુ પૂજય સત્ શ્રી વ્યાસ પીઠ ઉપર બિરાજી સરળ અને સંગીત મય શેલી મા રસ પાન કરાવશે કથા શ્રવણ નો સમય સવારે 9 થી બપોર ના 1 રહેશે કથાના દિવસો દરમિયાન બપોરે એક થી ત્રણ મહા પ્રસાદ યોજાશે કથા મા આવતા તમામ ઉત્સવો ધામ ધુમ થી ઉજવાશે તા.8/4/25 ને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાશે કથા ની પૂર્ણા હુતી તા 11/4/25 શુક્ર વારે ના થશે તમામ ભક્ત જનો ને ધાર્મિક ઉત્સવ મા પધારવા આયોજકો એ જાહેર નિમંત્રણ આપેલ છે.
તેમજ તા.10/04/25 ગુરૂવાર થી 12/4/25 શનિવાર સુધી ત્રણ દિવસ સવારે સાત થી દસ સુધી હનુમાન જયંતિ નિમિત્તે મારૂતિ યજ્ઞ યોજાશે
error: Content is protected !!