દ્વારકાના જગત મંદિર ખાતે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ૨૭૦ જેટલા સિંધી હિન્દુઓ દર્શન કરવા આવી પહોંચ્યા હતા. આ તમામ યાત્રાળુઓ ભારતના અલગ અલગ ધા મક સ્થળોની મુલાકાત લઈ અને દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકા દર્શન કર્યા બાદ તેઓ બેટ દ્વારકા તેમજ નાગેશ્વર જ્યોતિ લગના દર્શન કરી હરિદ્વાર જશે. ત્યાં ગંગા નદીમાં ડુબકી લગાવી પોતાના વતન પાકિસ્તાન સિંધ ખાતે પરત પહોંચશે. દ્વારકા દર્શન કરવા આવેલા આ યાત્રાળુઓના જણાવ્યા અનુસાર દ્વારકા જગત મંદિરમાં વહીવટદાર સમિતિ, પોલીસ પ્રશાસન તેમજ બ્રાહ્મણો દ્વારા ખૂબ સુંદર રીતે દર્શન કરાવવામાં આવ્યા હતા અને તેમને અહીં આવી પોતાના ઘરે આવ્યા હોય તેટલો આનંદ આવ્યો હોવાનું જણાવ્યું હતું.