Sunday, January 24

ર૦૦ કરોડના ખર્ચે જૂનાગઢને ૧૯.૮ કિ.મી. લંબાઈનો નવો બાયપાસ મળશે

કોયલી ફાટક પાસે જૂનાગઢને જોડતા નવા બાયપાસના માટીકામનો મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ આરંભ કરાવ્યો હતો. ૧૯.૮ કિ.મી. લંબાઈ ધરાવતો આ નવો બાયપાસ રૂ.૨૦૦ કરોડના ખર્ચે નેશનલ હાઈ વે ઓથોરીટી દ્વારા નિર્માણ કરવામાં આવશે. રાજકોટ-વેરાવળને જોડતા નેશનલ હાઈ વે ઉપર નિર્માણ થનાર આ બાયપાસથી વાહન વ્યવહારમાં સરળતા રહેશે. રાજકોટ તરફથી આવતા વાહનો નવા નિર્માણ થનાર બાયપાસ ઉપરથી પસાર થતા જૂનાગઢમાં ટ્રાફિકનો પ્રશ્ન પણ દૂર થશે. ચાર માર્ગીય આ બાયપાસનું કામ ૧૮ માસમાં પૂર્ણ થશે તેમ જણાવી મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ કહયું કે, કામની ગુણવતા જાળવવા સાથે રસ્તાના નિર્માણકામમાં સમયમર્યાદા જળવાઈ તે જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ જયોતિલીંગ સોમનાથને જૂનાગઢ-રાજકોટ-અમદાવાદ સહિતના ગુજરાતના મહત્વના સ્થળોને જોડતો આ રસ્તો ૨૪ કલાક વાહનોના આવાગમનથી ધમધમતો રહે છે.

error: Content is protected !!