Monday, July 4

છેલ્લાં કેટલાય દિવસોથી પ્રેકટીસ કરતાં સ્પર્ધકો ગિરનાર પર્વતને આંબવા બતાવશે પોતાનો જુસ્સો

0

યુવાનોમાં જુસ્સો જગાડનારી અને સાહસ અને ખડતલપણાંની કસોટી સમી ૩પમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આવતીકાલ તા.પ-૧-ર૦ર૦ને રવિવારે યોજવામાં આવી રહી છે. ગુજરાત રાજયનાં યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજીત આ સ્પર્ધાને લઈને સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. સ્પર્ધાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને રમત-ગમત વિભાગ જૂનાગઢ તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટેની જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!