સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં શુક્રવાર તા. ૧૦-૧-ર૦ અને તા. ૧૧ જાન્યુ.એ રાત્રીનાં છાયા ચંદ્રગ્રહણનો અદભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં આશરે ચાર કલાક સુધી ગ્રહણ અવધિ છે. ટેલીસ્કોપ, દુરબીન, વિજ્ઞાન ઉપકરણ ઉપરાંત નરી આંખે અવકાશી નજારો જોવા મળશે. છાયા-માદ્ય ચંદ્રગ્રહણ હોય ખગોળ રસીકની સાથે રાખી અવકાશી નજારો આહલાદક નિહાળી શકાશે. વિજ્ઞાન દૂરબીન, ટેલીસ્કોપથી ગતિવિધિ અલૌકીક જાઈ શકાશે. રાજયમાં ગ્રહણ નિદર્શન સાથે સદીઓ જુની ગેરમાન્યતાનું ખંડન કાર્યક્રમો ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ જાહેર કર્યા છે. જાથાનાં રાજયકક્ષાનાં કાર્યક્રમમાં નિદર્શન સાથે ચા-નાસ્તાનું આયોજન રાખવામાં આવ્યું છે.
જાથાનાં રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે સવંત ર૦૭૬ પોષ સુદ પુનમ શુક્રવાર તા. ૧૦-૧૧ જાન્યુ.એ પુનર્વસુ નક્ષત્ર અને મિથુન રાશિમાં થનારૂ છાયા-માદ્ય ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં દેખાશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલીયા, એશિયા, યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરીકાની છેવાડાનો પૂર્વ ભાગ, ઉત્તર અમેરીકાનો ઉત્તર ભાગ, એટલાંટીક મહાસાગર, હિન્દુ મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં ગ્રહણનો નજારો જોવા મળશે. ભારતીય સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ રર કલાક ૩૭ મીનીટ ૪૪ સેકન્ડ, ગ્રહણ મધ્ય ર૪ કલાક ૪૦ મીનીટ ૦ર સેકન્ડ, ગ્રહણ મોક્ષ ર૬ કલાક ૪ર મીનીટ ર૦ સેકન્ડ, છાયા ગ્રહણનો સમય અવધિ ૦૪ કલાક ૦૪ મીનીટ ૩૬ સેકન્ડ અને ગ્રહણનું ગ્રાસમાન ૦.૧૧૧ રહેશે.