જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં વીરદાદા જશરાજજીનાં શૌર્ય દિવસની ભાવભેર ઉજવણી 0 By Abhijeet Upadhyay on January 22, 2020 local જૂનાગઢ તા. રર લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ વીરદાદા જશરાજજીનાં શૌર્ય દિવસ રર જાન્યુઆરીના આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગામેગામ લોહાણા રઘુવંશી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોહરાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ વીરદાદા જશરાજજીનાં શૌર્ય દિવસ નિમિત્તે આજે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં લોહાણા રઘુવંશી સમાજ દ્વારા ગામેગામ અને શહેરોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વિવિધ સ્પર્ધાઓ, પૂજન, અર્ચન તેમજ સમુહ નાતભોજન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહેલ છે. આ ઉપરાંત વીરદાદા જશરાજજીનાં ગૌબ્રાહ્મણ પ્રતિપાળ અને શૌર્યતાભરી વીરતાનાં દર્શન અને તેઓની યશોગાથા સહિતનાં કાર્યક્રમોનું આયોજન થયું છે અને આજે સમગ્ર રઘુવંશી સમાજ વીરપુરૂષ પૂ. વીરદાદા જશરાજજીને કોટિ કોટિ વંદના કરી અને ભાવવંદના કરી રહેલ છે.