ઠંડી ઘટીને પવન વધી ગયો : ઠારનો સપાટો

0

જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો થયો છે. જા કે લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જવા છતાં મોડી રાત્રીનાં અને વહેલી સવારનાં ઠંડીનો ચમકારો જાવા મળી રહયો છે. આજે જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર ૮.૪, નલીયા ૧૦.૪, રાજકોટ ૧૧.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જૂનાગઢ શહેરમાં આજે ઠંડીમાં ઘટાડો જાવા મળ્યો હતો. છતાં જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ઉંચકાયને ૮.૪ ડીગ્રી નોંધાતા પ્રવાસીઓ અને ભવનાથ વિસ્તારમાં રહેતાં લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. ગઈકાલે જૂનાગઢ ખાતેનું લઘુતમ તાપમાન ૧૧ ડીગ્રી રહયા બાદ આજે સવારે તાપમાન વધીને ૧૩.૪ ડીગ્રી નોંધાતા ઠંડીમાં ર.૪ ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૭.૮ કિમીની રહી છે. ગિરનાર પર્વત વિસ્તારમાં ૮.૪ ડીગ્રી ઠંડી રહેવા છતાં વાતાવરણ બર્ફીલું રહયું હતું.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગિરનાર ૮.૪ ડીગ્રી, નલીયા ૧૦.૪ ડીગ્રી, રાજકોટ ૧૧.પ ડીગ્રી, કેશોદ ૧ર.૪ ડીગ્રી, સુરેન્દ્રનગર ૧૩.૦ ડીગ્રી,, જૂનાગઢ ૧૩.૪ ડીગ્રી, અમરેલી ૧પ.ર ડીગ્રી, પોરબંદર ૧૭.૦ ડીગ્રી, વેરાવળ ૧૮.૧ ડીગ્રી, ગાંધીનગર ૧૩.૦ ડીગ્રી,, અમદાવાદ ૧૪.૦ ડીગ્રી, વડોદરા ૧૬.૦ ડીગ્રી, સુરત ૧૭.૧ ડીગ્રી, દિવ ૧પ.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે.

error: Content is protected !!