જૂનાગઢ તા. ર૩
સરકારી સેવામાં નિમણુંક પામેલ અધિકારીઓ-કર્મચારીઓએ કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા નિયમો હેઠળ તેઓનાં આજમાયશી સમયગાળા દરમ્યાન તેમજ બઢતી/ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટર કૌશલ્યની સંબંધિત CCC&CCC+ ની પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.
સરકારી સેવામાં નિમણુંક પામેલા અધિકારીઓ/કર્મચારીઓને કોમ્પ્યુટર કૌશલ્ય તાલીમ અને પરીક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે અને તેઓને સરકાર તરફથી મળતા લાભો મળી શકશે. અને આની અમલવારી પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સરકારી કર્મચારીઓને આ અંગેનું માર્ગદર્શન મેળવવાની અતિ આવશ્યકતા ઉભી થઈ છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં ફરજ બજાવતાં સરકારી કર્મચારીઓ માટે ઘર આંગણે જ CCC & CCC+ ની પરીક્ષાનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકશે. જી..હા… જૂનાગઢનાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રમાં છેલ્લા ૩૦ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ દાખવનારા તેમજ
કોમ્પ્ટર વિભાગનાં ક થી લઈ અને જ્ઞ સુધીનું જ્ઞાન એટલે કે કોમ્પ્યુટર ક્ષેત્રે માસ્ટર માઈન્ડ ધરાવતાં અને સમાચાર, જાહેરાત, લે-આઉટ સહીતની કામગીરીમાં સંપૂર્ણ નિપુણતા ધરાવતા અને જૂનાગઢનાં સરદારપરા વિસ્તારમાં મિલેનીયમ કોમ્પ્યુટરનાં કવરનેમ હેઠળ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરલક્ષી સંપૂર્ણ પાયાનું જ્ઞાન આપી અને આજનાં આઈટી યુગમાં પણ આ વિદ્યાર્થીઓ કયાંય પણ પાછા ન પડે તે રીતે તેનું ઘડતર કરવામાં માહેર એવા પ્રકાશભાઈ ભાદરકા અને તેમનાં ધર્મપત્ન મીનાબેન ભાદરકા અને કૃતિ ભાદરકા દ્વારા સવારનાં ૯ થી સાંજનાં ૮ વાગ્યા સુધી કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવી રહેલ છે. અને મિલેનીયમ કોમ્પ્યુટરનાં ચીફ પ્રકાશભાઈ ભાદરકાએ સરકારશ્રીનાં નવા નિયમોની અમલવારી અંગે તમામ કર્મચારીઓને સુગમતા અને યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકે તેવી યોજના સાકાર કરી છે અને આ સાથે જ સૌરાષ્ટ્ર ભૂમિનાં ગૌત્ર એવા મિલેનીયમ કોમ્પ્યુટરનાં સહયોગથી પ્રકાશભાઈ ભાદરકાનાં વડપણ હેઠળ કર્મચારીઓને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે આ અંગેની વધુ વિગત અને માહિતી માટે મિલેનીયમ કોમ્પ્યુટરનાં ચીફ પ્રકાશભાઈ ભાદરકા (મો. નં. ૯૩ર૭૧ ૬૧ર૦)નો સાંજનાં પ થી ૮ દરમ્યાન સંપર્ક સાધવા સૌને અનુરોધ કરેલ છે.