રાજયમાં હેલ્મેટ ફરજીયાત – ગુજરાત સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

0

અમદાવાદ તા. ૩૦
રાજય સરકારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કરીને એવું જણાવ્યું છે કે, રાજયમાં હેલ્મેટ ફરજીયાત જ છે તેમજ રાજય સરકારે હેલ્મેટ મરજીયાત હોવાનો નિર્ણય કયારેય કર્યો નથી. રાજય સરકારે હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં વધુમાં એવું જણાવ્યું છે કે દ્વિચક્રી વાહન પાછળ મહિલા કે બાળક બેઠા હોય તો તેમને પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સરકારે ત્રણ-ત્રણ વાર પોતાનું વલણ બદલ્યું હતું જેના કારણે રાજયનાં નાગરીકોમાં અસંમજસ પેદા થઈ ગઈ છે. સરકાર પોતે જ પોતાની વાતથી ફરી ગઈ છે. ગુજરાત સરકારે આજે પાંચ પાનાનું સોગંદનામું હાઈકોર્ટમાં કર્યુ હતું જેમાં ૯ મુદાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હેલ્મેટ ફરજીયાત કે મરજીયાત મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી મૌન રહયા હતા પરંતુ આજે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કમરીને હેલ્મેટ ફરજીયાત હોવાનું જણાવી દેતા એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજયમાં હેલ્મેટ ફરજીયાત છે. સરકારે લોકોનાં દબાણમાં આવીને કેબીનેટમાં નિર્ણય બદલ્યો હતો. વારંવાર સરકારની ખોટી જાહેરાતોથી વાહન ચાલકોમાં આક્રોશ અને છેતરાયાની લાગણી જાવા મળી રહી છે.