Tuesday, September 21

આવતીકાલથી બેંક કર્મચારીઓની બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ – નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઈ જશે

0

નવી દિલ્હી તા. ૩૦
વેતન વધારા સહિતની માગણીઓના સમર્થનમાં બેંક કર્મચારી યુનિયનોએ આપેલા એલાન અંતર્ગત આવતીકાલથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડશે. ત્રીજા દિવસે રવિવાર હોવાથી બેંકો સળંગ ત્રણ દિવસ બંધ રહેશે. બેંક હડતાળને કારણે અબજોનાં બેંકિંગ વ્યવહારો ખોરવાઈ જશે અને વેપાર ધંધાને વ્યાપક પરેશાની વેઠવાનો વખત આવશે.
વેતનવધારો, પેન્શન સ્કીમમાં સુધારા, ખાલી જગ્યાઓ ભરવા સહિતની બેંક કર્મચારીઓની માગણીઓ લાંબા વખતથી પેન્ડીંગ છે. ખાસ કરીને વેતનવધારા મામલે બેંક કર્મચારીઓ અત્યંત આક્રમક બન્યા છે.
પગાર વધારા માટે અત્યાર સુધીમાં કર્મચારી યુનિયનો તથા બેંક મેનેજમેન્ટ વચ્ચે ૩૯ બેઠકો થઇ ગઇ હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. કર્મચારી યુનિયનો દ્વારા ત્રણ તબક્કે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે આવતીકાલે શુક્રવાર તા. ૩૧મીએ તથા શનિવારે તા. ૧ ફેબ્રુઆરીએ બે દિવસની હડતાળનું એલાન જાહેર કર્યું છે.
ત્યારપછી રવિવાર આવે છે.એટલે સળંગ ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. યુનિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડીયા સહિત જાહેરક્ષેત્રની અંદાજીત બે ડઝન બેંકોના દેશભરના ૯ લાખ કર્મચારીઓ હડતાળમાં જોડાશે. જેથી અબજો રૂપિયાનાં બેંકિંગ વ્યવહારને અસર થશે. સરકારી બેંકોમાં રોકડ ઉપાડ-જમા કરાવવાની કામગીરી ઉપરાંત એક ક્લીયરીંગ પણ પ્રભાવિત થશે. કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ હડતાળમાં સામેલ થવાના હોવાથી બેંકોનાં તાળા જનહીં ખૂલે.

error: Content is protected !!