જીએસટી પોર્ટલનાં ધાંધીયા મુદે જૂનાગઢ જીલ્લાનાં ટેક્ષેશન એસોસીએશનો આંદોલન ઉપર ઉતર્યા

0

જૂનાગઢ તા.૧ર
ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્ષના કાયદાના જરૂરી રીર્ટન જેમ કે વાર્ષીક રીટર્ન જીએસટીઆર-૯ અને સીએ સર્ટીફીકેટ જીએસટીઆર-૯સી અપલોડ કરવાની તારીખોમાં જી.એસ.ટી. નું પોર્ટલ જ બંધ રહેતું હતું. જેના કારણે વેપારીઓ તે ફોર્મ અપલોડ કરી શકેલ નથી. આથી મુદત વધારવાની માંગણી કરતા, તે પણ પુરતી વધારી આપતા નથી. અને હવે અપલોડ કરવાથી ‘લેઈટ ફી’ વસુલ કરે છે. જેથી પોતાનો કોઈ જ વાંક ન હોવા છતાં વેપારીઓ દંડાય રહયા છે. આ અંગે પોર્ટલ ચાલતું ન હોવાના પુરાવાઓ આપવા છતાં પણ આ પોર્ટલ ચલાવતી જીએસટીએન કંપની તે સ્વીકારવા જ તૈયાર નથી કે તેમનું પોર્ટલ ચાલતું નથી. અને સરકાર પણ તે સ્વીકારતી નથી કે જીએસટી પોર્ટલ ચાલતું નથી. આથી રાજય અને નેશનલ લેવલના જુદા-જુદા સાત એસોસીએશનોએ ભેગા મળીને, જૂનાગઢ જીલ્લાના સ્થાનીક એસોસીએશનોને સાથે રાખીને, તબક્કાવાર પ્રતિકાત્મક આંદોલન કરવાનું નક્કી કરેલ છે. જેના ભાગ રૂપે,
તા.૧ર-ર-ર૦ર૦ના રોજ જૂનાગઢના ટેક્ષેશન એડવાઈઝર્સ એસોસીએશન તેમજ ચાર્ટડ એકાઉન્ટન્ટ એસોસીએશને જૂનાગઢ જીલ્લા કલેકટરને તેમજ સ્ટેટ ટેક્ષ તથા સેન્ટ્રલ ટેક્ષની સ્થાનીક સુપીરીયર ઓથોરીટીઓને આ અંગેનું આવેદનપત્ર સુપ્રત કરેલ છે. તેમજ સંસદસભ્ય તથા ધારાસભ્યોઓને પણ આવેદનપત્ર આપેલ છે. વધુમાં એસોસીએશન વતી હંસરાજભાઈ પટેલ, સમીરભાઈ જાની, કલ્પેશ રૂપારેલીયા, હેમાંગ શાહ, રજનીકાંત કાલરીયા, રાજેન્દ્ર ઉદાણી, પ્રતીક મીશ્રાણી વગેરે જણાવે છે કે આવેદનપત્રથી મુશ્કેલી દુર નહીં થાય તો આગામી તારીખ ૧૮મી ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાંથી ટેક્ષ પ્રેકટીશનર્સ, સીએ, સીએસ વગેરે અમદાવાદમાં એકત્રીત થઈને મોન રેલી કાઢીને આ આંદોલનને ઉગ્ર બનાવશે. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય વેપારી એસોસીએશનોને પણ આંદોલનમાં જાડાઈને સાથ આપવા અપીલ કરવામાં આવેલ છે.

error: Content is protected !!