Sunday, October 17

કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદનાં શપથ લેશે

0

આપ વિધાનસભા પક્ષની બેઠકમાં કેજરીવાલની સર્વસંમતીથી નેતા પદે વરણી – દિલ્હીનાં રામલીલા મેદાનમાં શપથવિધિ સમારોહ યોજાશે

(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા. ૧ર
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત હાંસિલ કરનારા અરવિંદ કેજરીવાલ ૧૬ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેજરીવાલ આજે સવારે જ ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે મુલાકાત કરવા માટે રાજભવન પહોંચ્યા હતા. બીજી તરફ આજે સવારે આમ આદમી પાર્ટી વિધાનસભા પક્ષની બેઠક મળી હતી જેમાં સર્વસંમતિથી કેજરીવાલની નેતા પદે વરણી કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, ‘ધારાસભ્યોની બેઠકમાં સરકાર રચના અંગે નિર્ણય લેવામાં આવશે. પાર્ટીના નિર્ણયો માટે તમામ ધારાસભ્યોનાં વિચાર જાણવામાં આવશે

error: Content is protected !!