શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પીટલ-જૂનાગઢનો ૧૬ ફેબ્રુઆરીથી શુભારંભ

0

આગમ દિવાકર પૂ. ગુરૂદેવ જનકમુનિ મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન સેવા સંઘ-રાજકોટ સંચાલિત

જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તેમ માટે આધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પીટલમાં નિષ્ણાંત તબીબોની ઉત્તમ સારવાર પ્રાપ્ત થશે – પત્રકાર પરિષદમાં વિસ્તૃત અપાઈ વિગતો

જૂનાગઢ તા.૧ર
જૂનાગઢનાં આંગણે આગામી તા. ૧૬-ર-ર૦ર૦, રવિવારના રોજ શ્રી તુલજા ભવાની લાયન્સ (રૂદ્રાક્ષ) જનરલ હોસ્પીટલનો શુભારંભ કરવામાં આવી રહેલ છે. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો તેમજ આરોગ્યલક્ષી સેવાઓ જૂનાગઢને પ્રાપ્ત થવા જઈ રહી છે. તેમજ આ જ દિવસે શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પીટલ જલારામ સોસાયટી ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પનું સવારે ૧૦ થી ૧.૩૦ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. નવા રૂપરંગ અને આધુનિક સુવિધા તેમજ નિષ્ણાંત તબીબોની ટીમ જયાં સેવા આપવાની છે તેવી શ્રી તુલજા ભવાની લાયન્સ રૂદ્રાક્ષ જનરલ હોસ્પીટલનાં શુભારંભ અંગેની તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગરવા ગીરનારની છત્રછાયા જેમના ઉપર રહેલી છે તેવી સંસ્કારી અને ધાર્મિક નગરી એવું જૂનાગઢ શહેર અનેક ક્ષેત્રોએ આજે ગુજરાતમાં શ્રેષ્ઠ શહેર તરીકે નામના મેળવી છે. આ શહેરની અને આ પવિત્ર ભૂમિની એક આગવી વિશેષતા રહી છે કે, જયારે પણ કોઈપણને ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને જરૂર પડે છે તે વખતે ‘સાથી હાથ બઢાના’ની સાર્થક કરતા અનેક સેવાભાવીઓ, સંતો-મહંતો તેમજ સામાજિક,સેવાકીય પ્રવૃત્તિ કરનારા અને જેઓના હૈયે પરદુઃખભંજનની ભાવના ઉદ્‌ભવી છે તેવા સેવા કર્મીઓ આ પવિત્ર ભૂમિ ઉપર કર્મસ્થાન બનાવી અને સેવાનો મહાયજ્ઞ ચલાવી રહ્યા છે તેવા ધર્મશીલ અને સેવાના આ મહારથીઓની સુવાસ સર્વત્ર પ્રસરેલી છે. જેઓને પ્રસિધ્ધીની પણ ખેવના નથી, બસ માત્ર સેવાનો ધર્મ બજાવી રહેલા આ સેવાભાવીઓને તેમજ સેવાકીય સંસ્થાઓને લઈને જ આપણું આ જૂનાગઢ ઉજળું બની રહ્યું છે. જૂનાગઢ સોરઠી શહેર એટલે જિલ્લાનું પણ મુખ્ય મથક તેમજ આસપાસના જિલ્લાઓને ટચ કરતું આ શહેર છે. આજે દરેક ક્ષેત્રોમાં જેમ મોંઘવારીને કારણે સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને જીવવું પણ મુશ્કેલ બની જાય તેવા આ સમયગાળામાં સામાન્ય રીતે મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે આરોગ્યનું ક્ષેત્ર પણ બાકાત નથી. આજે સામાન્ય બિમારીથી લઈને મેજર ઓપરેશનનો પણ અઢળક ખર્ચ થતો હોય છે ત્યારે જરૂરિયાતમંદ દર્દી પોતાની સારવાર કઈ રીતે કરી શકે તે મુખ્ય સવાલ છે. પરંતુ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની સામાન્ય નાગરિકને પણ આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ શકે તેવી યોજનાઓ આવકારદાયક છે તો બીજીતરફ જૂનાગઢ ખાતે આરોગ્ય ક્ષેત્રે સતત સેવા કરતી હોસ્પીટલો પણ આજના સમયમાં આવકારદાયક છે. સેવાભાવી ડોકટરો તબીબી સહાય પૂરી પાડવા તત્પર હોય છે ત્યારે જૂનાગઢ અને સોરઠની જનતાને માટે કાયમી ધોરણે અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પીટલ અને નામાંકિત ડોકટરો જયાં સેવા આપવાના છે તેવી હોસ્પીટલનો શુભારંભ કરવામાં આવી રહેલ છે. આગમ દિવાકર પૂ. ગુરૂદેવ જનકમુનિ મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન સેવા સંઘ-રાજકોટ સંચાલિત શ્રી તુલજા ભવાની અને રૂદ્રાક્ષ લાયન્સ જનરલ હોસ્પીટલ, જૂનાગઢનો નવા રૂપ રંગ સાથે આગામી તા. ૧૬-ર-ર૦ર૦, રવિવારના રોજ શુભારંભ થઈ રહ્યો છે અને આ પ્રસંગે ગઈકાલે સર્કીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં શ્રી વર્ધમાન સેવા સંઘના મોભી તેમજ મેનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાંત દફતરી અને લાયન્સ કલબ રૂદ્રાક્ષના મેમ્બર અને શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પીટલનાં ઈન્ચાર્જ રૂપલબેન લખલાણી અને પદાધિકારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને લાયન્સ કલબ ઓફ જૂનાગઢ રૂદ્રાક્ષના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ દફતરી તેમજ હોસ્પીટલ ઈન્ચાર્જ રૂપલબેન લખલાણીએ શ્રી તુલજાભવાની લાયન્સ જનરલ હોસ્પીટલના શુભારંભ પ્રસંગે વિસ્તૃત વિગતો આપી હતી.
જૂનાગઢની ભૂમિએ સંતો-મહંતોની ભૂમિ છે, અહીયાથી અનેક સંતો-મહંતો વિશ્વને નવી રાહ, નવો રસ્તો બતાવી ચુક્યા છે. જૈનચાર્ય વિશ્વવિખ્યાત પૂ. ગુરૂદેવ જનકમુની મહારાજે પણ જૂનાગઢની બાજુમાં આવેલ પ્લાસવામાં જન્મ ધારણ કરેલ. તેઓએ માત્ર જૈન સમાજને જ નહીં પરંતુ જૈનેતર સામાજ માટે પણ ખૂબ જ મહત્વનું યોગ્યદાન આપેલ છે. જેમાં કહી શકાય કે ગીરના જંગલ વચ્ચેના ૧૦૦ કિમીના વિસ્તારમાં આજથી ૪૦ વર્ષ પહેલા ઉના અને વિસાવદરમાં સાર્વજનિક હોસ્પીટલનું સર્જન કરી અને આ વિસ્તારના લોકોને ખૂબ જ સહાય રૂપ થયા, તેમના જન્મ સ્થળ પ્લાસવામાં તેઓએ જયાં અભ્યાસ કરેલ તે જગ્યાએ કુમાર શાળા અને કન્યા શાળાનું નિમાર્ણ કરાવેલ છે. તેઓ દ્વારા જૂનાગઢમાં કન્યા છાત્રાલયનું પણ લોકાર્પણ કરેલ છે. તેવી જ રીતે
આભાર – નિહારીકા રવિયા રાજકોટમાં જૈન કન્યા છાત્રાલય પણ બનાવી અને ગ્રામ્ય વિસ્તારની તમામ ધર્મની દિકરીઓને આગળ ભણવાની ઉમદા તક આપેલ છે. જૂનાગઢ શહેરની અંદરમાં તેઓની ભાવના હતી કે અહીંયા એક ચેરીટેબલ હોસ્પીટલ થવી જાઈએ. જાગાનુજાગ જૂનાગઢમાં શ્રી તુલજા ભવાની હોસ્પીટલ કાર્યરત ન હતી. સ્વ. ચુનીભાઈ લોઢીયાના પરિવાર દ્વારા પૂ. ગુરૂદેવ જનકમુની મહારાજની પ્રેરણાથી ચાલતા ટ્રસ્ટ શ્રી વર્ધમાન સેવા સંઘનો સંપર્ક કરાયો અને શ્રી તુલજા ભવાની રોસ્પિટલને કોઈપણ જાતનુ ભાડું લીધા સિવાય સમાજ ઉપયોગી બની શકાય તે હેતુ માટે શ્રી વર્ધમાન સેવા સંઘને સોપવામાં આવી. જૂનાગઢની અંદર લાયન્સ કલબ ઈન્ટરનેશનલની રૂદ્રાક્ષ કલબ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. જેમાં લાયન્સ કલબ ઓફ જૂનાગઢ રૂદ્રાક્ષના પ્રણેતા રૂપલબેન લખલાણી દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવા આવી રહી છે. આથી શ્રી વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંત દફતરીએ તેમનો સંપર્ક સાધતા રૂપલબેન લખલાણી અને તેમની ટીમ આ લાયન્સ હોસ્પીટલનું સંચાલન કરવાની તૈયારી બતાવી જેના ફળ સ્વરૂપે આજથી આ હોસ્પીટલમાં એમ.ડી. ડો., આંખના રોગ, †ી રોગ, દંતરોગ, હાડકાના રોગ, બાળરોગ, માનસિક રોગ, આર્યુવેદીક વિભાગ, ફીઝયોથેરાપી વિભાગ વિગેરેના ડો. સેવા આપશે. સાવ નોર્મીનલ ચાર્જમાં આ લાયન્સ હોસ્પીટલમાં નિદાન કરી આપવામાં આવશે અને દવા પણ એકદમ રાહત ભાવે આપવામાં આવશે. લેબોરેટરી ટેસ્ટ અને એકસરે પણ રાહત ભાવે કરી આપવામાં આવશે. આંખના દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે જૂનાગઢની બહાર જવુ પડે છે તેને બદલે હવેથી મોતીયાના ફ્રી ઓપરેશન પણ કરી આપવામાં આવશે. અન્ય જરૂરીયાત પ્રમાણે માટેના ઓપરેશન નિદાન દ્વારા કરવાના થશે. તો જે તે તબીબો દ્વારા તે ઓપરેશન પણ રાહત દરે કરી અપાશે. વિશેષમાં ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયાના પત્રકાર મિત્રો ઉપÂસ્થત રહ્યા હતા. જૂનાગઢ પ્રેસ કલબનાં શ્રી કૃષ્ણકાંત રૂપારેલીયાએ આ તકે જૂનાગઢ શહેરમાં સ્વ. ચુનીભાઈ લોઢીયા અને તેમના પરિવારની સેવા પરાયણતાની ભાવનાને વ્યકત કરી હતી. તેમજ તેઓએ એક સૂચન પણ કર્યું હતું કે, સ્વ. ચુનીભાઈ લોઢીયાની જન્મતિથી અને પૂણ્યતિથિ પ્રસંગે આ હોસ્પીટલમાં આ બે દિવસ દરમ્યાન દર્દીઓને તમામ સેવા ફ્રી આપવાનું સૂચન કરતાં તેને ટ્રસ્ટ દ્વારા વધાવી લેવામાં આવેલ હતું અને ફ્રી સેવા જાહેર કરી છે. આ તકે સુનિલભાઈ નાવાણી તેમજ શૈલેષભાઈ પારેખે પણ લોકોને આરોગ્ય સેવા ઝડપી અને રાહતદરે મળી શકે તેવા સૂચનો કર્યા હતા.
ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વ. ચુનીભાઈ લોઢીયાના પરિવારનો ચંદ્રકાંતભાઈ દફતરી અને રૂપલબેન લખલાણીએ આભાર પ્રગટ કરેલ છે અને તેઓની ઈચ્છા મુજબ આ હોસ્પીટલ માનવ સેવા માટેનું એક સેવાનું માધ્યમ બની રહેશે. આમ મહામાનવ પૂ. ગરૂદેવ જનકમુની મહારાજની ઈચ્છા પૂર્ણ કરવા માટે રૂપલબેન લખલાણી અને સમગ્ર લાયન્સ પરિવારની મહેનતને બિરદાવવા અને આ હોસ્પીટલનો શુભ આરંભ કરવા માટે આગામી તા. ૧૬-ર-ર૦ર૦ના રોજ માજી આરોગય મંત્રી હેમાબેન આચાર્યના વરદ હસ્તે ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે સાસંદસભ્ય રાજેશભાઈ ચુડાસમાના હસ્તે દિપ પ્રાગટ્ય થશે, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભિખાભાઈ જાશી, મેયર ધીરૂભાઈ ગોહેલ, કમીશ્નર તુષારભાઈ સુમેરા, ડે. મેયર હિમાંશુ પંડયા, લાયન્સ કલબના વાઈસ ગવર્નર વસંતભાઈ મોવાલીયા, જેતપૂરના ઉદ્યોગપતિ અને લાયન્સના પૂર્વ ગવર્નર ધિરૂભાઈ રાણપરીયા, શ્રી તુલજા ભવાની હોસ્પીટલના ટ્રસ્ટી શ્રીમતી વિજયાબેન લોઢીયા, વિસાવદરના વતની અને હાલ રાજકોટ અને પૂ. ગરૂદેવના નજદીક શિષ્ય ભાવેશભાઈ નટુભાઈ શેઠ, શ્રી વર્ધમાન સેવા સંઘના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ કોઠારી- જૂનાગઢ અને રાકેશભાઈ ગોપાણી- મુંબઈની ઉપસ્થિતતીમાં આ હોસ્પીટલનું લોકાર્પન કરવામાં આવશે. શ્રી વર્ધમાન સેવા સંઘ નાપ્રમુખ ચંદ્રકાંતભાઈ દફતરીએ જૂનાગઢની પ્રજાને આગામી તા.૧૬-ર-ર૦ર૦ના રોજ સવારે ૯ કલાકે આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ઉપસ્થીત રહેવા માટે ભાવ ભર્યું નિમંત્રણ પાઠવેલ છે.
હોસ્પીટલને નવા રૂપરંગ આપવા મેડીકલ સાધનોથી સજ્જ કરવા માટે લાયન્સ કલબ ઓફ જૂનાગઢ, રૂદ્રાક્ષના તમામ મેમ્બરો છેલ્લા ૪ માસથી મુંબઈ મહેનત કરી રહ્યાં છે તેમનો તથા ભરતભાઈ લખલાણીનો શ્રી વર્ધમાન સેવાસદના પ્રમુખે આભાર માન્યો
હતો.

error: Content is protected !!