ભારતના નિવૃત ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

0

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત થયેલા જજ રંજન ગોગોઈ પરીવાર સાથે ગઈકાલે સવારે જગવિખ્યાસત સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. નિવૃત સીજેઆઇ રંજન ગોગોઈ પરીવારે પ્રથમ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી તત્કાલ મહાપૂજા અને જળાભિષેક કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સીજેઆઇ ગોગાઇ સાથે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રહયા હતા. મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ સીજેઆઇ રંજન ગોગોઈને શાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યુ હતુ. સીજેઆઇ ગોગાઇએ દર્શન બાદ સોમનાથ મંદિર પરીસરમાં ફરી સમુદ્ર દર્શનનો લહાવો પણ લીધો હતો.

error: Content is protected !!