ભવનાથ મહાદેવને ધ્વજારોહણથી લઈ અને મૃગીકુંડમાં સંતોનાં સ્નાનની એક તસ્વીરી ઝલક

0

હર ભોલે…જય ભોલે…હર..હર..મહાદેવ..હર.. અને નગર મેં જાગી આયા, અજબ હે તેરી માયા, સબસે બડા હૈ તેરા નામ… જેવાં ભજનોનો ગુંજારવ થાય છે તેવું ભવનાથ તિર્થક્ષેત્ર અને આ પાવન પવિત્ર ભુમિ કે જ્યાં સ્વયંભુ ભવનાથ મહાદેવ બિરાજી રહ્યાં છે અને ૩૩ કરોડ દેવતાનો જ્યાં વાસ છે તેવું આ સમગ્ર ક્ષેત્ર ભાવથી ભરપુર બની ગયું છે. ભાવિકોનાં ટોળે ટોળાં શિવરાત્રીનો અલૌકિક આનંદ માણવા ઉમટી પડ્યાં છે. જ્યાં પણ જાવ ત્યાં એક જ ગુંજારવ જાવા મળે છે. આવો..પધારો… પ્રસાદ લેવા પધારો…આતિથ્ય ભાવનાને ઉજાગર કરતું ઠેર-ઠેર અન્નક્ષેત્રો પણ શરૂ થયાં છે. જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે શિવરાત્રી મેળો યોજાઈ છે અને આ પર્વ પ્રસંગે પાંચ દિવસનાં મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય છે ત્યારે આ વર્ષે પણ ભાવિકોનો ઘસારો જાવા મળી રહ્યો છે.
જીવ અને શિવનું મિલન થાય છે તેવાં આ ભવનાથ તિર્થ ક્ષેત્રનાં શિવરાત્રી મેળાની અનેરી વિશેષતા જા કોઈ હોય તો તે છે કુંભનાં મેળા પછીનું સૌથી મોટો સંતોનો જા કોઈ મેળો થતો હોય તો તે ભવનાથનો શિવરાત્રીનો મેળો છે. દેશ-દેશાવરોમાંથી આવેલાં સંતો કે જેનાં દર્શન કરીને ભાવિકો ધન્ય બની જાય છે તેવાં સંતો ભવનાથ તિર્થક્ષેત્રનાં વિસ્તારોમાં જુદાં-જુદાં અખાડાઓમાં સ્થાન ગ્રહણ કરી રહ્યાં છે. તેમજ જ્યાં જુઓ ત્યાં વિરલ વિભૂતિ સંતોનાં દર્શનનો લ્હાવો મળી રહ્યો છે. મહાવદ નોમનાં દિવસથી શરૂ થયેલો આ શિવરાત્રીનો મેળો મહાશિવરાત્રીનાં દિવસે રવાડી, સરઘસ બાદ ભગવાન શિવજીની મહાપૂજા બાદ મેળાની પુર્ણાહુતિ થાય છે. નિજાનંદનો આનંદ માણતા અને અલૌકિક સાધનામાં રહેલા અને પ્રભુ ભÂક્ત અને શિવની ભક્તમાં લીન બનેલાં સંતો પોતાની આગવી મુદ્વામાં જાવા મળે છે. સંતોનાં પણ અનેક-અનેક સંપ્રદાયો હોય છે અને પોતાનાં સેવકગણો સાથે આસન લગાવીને બેઠેલાં હોય છે. બમ..ભોલે..હર..ભોલે.. સબકા કલ્યાણ હો નાં આર્શિવચનો આપતાં સંતો અહીં દરેક સ્થળે જાવા મળતાં હોય છે. ભગવાધારી સંત, ઉચ્ચકોટીનાં સંતનાં દર્શન કરવાથી જ ભાવિકો દંડવત પ્રણામ તેઓને કરતાં હોય છે. શિવરાત્રી મેળાની ચરમસીમા એટલે રવાડી સરઘસ કે જેમાં જુદાં-જુદાં સંપ્રદાયનાં, જુદાં-જુદાં અખાડાઓનાં સંતો રવેડીમાં સામેલ થાય છે. આ ઉપરાંત મેળાનું મુખ્ય આકર્ષણ એવા દિંગમ્બર સંતો કે જેઓ તલવાર બાજી, લાઠી, દાવ અને અંગ કસરતનાં હેરતભર્યા દાવપેચ કરી અને ભાવિકોને પ્રભાવિત કરે છે. વર્ષો પહેલાં શિવરાત્રીનો મેળો ભવેશ્વરનાં મેળા તરીકે ઓળખાતો હતો. શરૂઆતમાં પાંચ-પંદર માણસો અને સંતો આ મેળામાં આવતાં અને ત્યારબાદ ધીમે-ધીમે મેળામાં ભાવિકોનો પ્રવાહ સતત વધતો જતો હોય અને જ્યાં જુઓ ત્યાં સંતો અને ભાવિકો જાવા મળતાં હોય છે. ભજન, ભોજન અને ભÂક્તનો ત્રિવેણી સંગમ સમા શિવરાત્રી મેળામાં ધાર્મિક સ્થળો, ઉત્તારા મંડળો, સેવાભાવી સંસ્થાઓ અને વિવિધ ધાર્મિક જગ્યાઓનાં પણ ખાસ ઉત્તારાઓમાં ભાવિકોને માટે ભાવતાં ભોજન જેવી પ્રસાદની વ્યવસ્થા સાથે અન્નક્ષેત્રો ધમધમી રહ્યાં છે. રાત્રીનાં જાણીતાં કલાકારોનાં સંતવાણીનાં કાર્યક્રમો પણ યોજવામાં આવતાં હોય છે. આમ શિવરાત્રીનો મેળો સાચે જ શિવમય અને શિવ ભક્તનો અનેરૂં પર્વ બની રહેલ છે.

error: Content is protected !!