શિવરાત્રી મેળામાં વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા અપાયેલ સૂચના અન્વયે શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડીયા, એચ.વી.રાઠોડ, કે.કે.મારૂં, તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરૂભા, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, ભદ્રેશભાઈ, આઝાદસિંહ, સહિતના સ્ટાફ દ્વારા ખાસ બનાવાયેલ ખોયા પાયા ટીમ શિવરાત્રી મેળામાં તા. ૨૧-૨-૨૦૨૦ ના રોજ દિવસ દરમ્યાન નેહલ જયરાજભાઈ (ઉ.વ. ૩ રહે. બોટાદ) પોતાના દાદીમા તથા કુટુંબ સાથે મેળામાં ફરવા આવેલ હતો જે મેળામાં ફરતા ફરતા પોતાની દાદીથી વિખૂટી પડી જતાં, બંદોબસ્તમાં રહેલ પોલીસને મળેલ હતા. ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તેને ભવનાથ પોલીસ સ્ટેશને લાવતા, પોલીસ સ્ટેશનમાં પોલીસની વધુ હાજરી જાેઈને મળી આવેલ બાળકી પોલીસના ડર ના કારણે હેબતાઈ જતા કશું પણ બોલી શકતો ન હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાદમાં ખોયા પાયા ટીમ પૈકી સાદા ડ્રેસમાં રહેલ પોલીસ કર્મીઓ જૈતાભાઇ, રામદેભાઈ, જયંતીભાઈ, જીઆરડીના મહિલા સભ્ય શોભનાબેન, હોમગાર્ડના ફરહાનભાઇને બાળકની સારસંભાળની કાર્યવાહી સોંપવામાં આવેલ. દરમ્યાન તેની પૂછપરછ કરતાં પોતે પોતાની દાદીમા સાથે બોટાદથી મેળામાં આવેલ તેમજ પોતાનું નામ નેહલ પિતાનું નામ જયરાજ હોવાનું જણાવતાં ખોયાપાયા ટીમ દ્વારા માઈકમાં જાહેરાત કરાવી, પરિવારજનોને બાળકની સોંપણી કરાઈ હતી. બાળકનું પરિવાર સાથે મિલન થતાં પરિવારજનો ભાવવિભોર થઈ ગયેલ હતા અને પોલીસ કામગીરીની સરાહના કરી હતી.

error: Content is protected !!