સિંહોની વસ્તી ગણતરી જુની પધ્ધતિથી જ કરાશે

0


ગુજરાતમાં સિંહની સંખ્યા ૧૦૦૦ સુધી પહોંચી ગઈ હોવાનાં અંદાજા વચ્ચે હવે સિંહની વસ્તી ગણતરીનો સમય પાકી ગયો છે. ર૦ર૦ની સિંહની વસ્તી ગણતરી માટે કંઈક અલગ યોજના બનાવવામાં આવી હતી. હવે સિંહની વસ્તી ગણતરીને આડે દોઢ મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે ગુજરાતે ગીર અને તેની આસપાસનાં વિસ્તારમાં આવેલા એશિયાઈ સિંહની વસ્તી ગણતરી માટે કથિત રીતે ભારતીય વન્યજીવ સંસ્થા અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ઈન્કાર કર્યો છે. રાજયનાં વન વિભાગનાં ઉચ્ચ અધીકારીઓનું કહેવું છે કે, ઈલેકટ્રોનીક ઉપકરણનાં બદલે વર્ષો જૂની પદ્ધતિથી સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. વન વિભાગનાં ૩૦૦૦ કર્મચારીઓ અને સ્થાનિક વસ્તીનાં સ્વયંસેવકો આ કાર્યમાં જોડાશે. ભારતીય વન્યજીવ સંસ્થાનનાં ઉચ્ચ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકારે ડબલ્યુઆઈઆઈને પત્ર લખીને જણાવ્યું કે, તેમણે સિંહની વસ્તી ગણતરી પહેલા વિશિષ્ટ રિસર્ચની પરવાનગી આપી નથી. સાથે જ એમ પણ જણાવ્યું કે, ભારતીય વન્યજીવ સંસ્થાન સિંહની વસ્તી ગણતરીનો ભાગ નહીં હોય કારણ કે વાઘની ગણતરી થાય છે એ પ્રકારે રાજયમાં સિંહની ગણતરી નહીં થાય.

error: Content is protected !!