કોરોના વાયરસનાં પગલે જૂનાગઢ શહેરમાં શાળા-કોલેજામાં શૈક્ષણિક કાર્ય બંધ

0


જૂનાગઢ શહેર જીલ્લામાં આજથી કોરોના વાયરસનાં સંભવીત ખતરા સામે શાળા-કોલેજામાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે પ્રાથમિકથી માધ્યમીક, કોલેજ કક્ષા સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. જૂનાગઢ જીલ્લા શિક્ષણા અધિકારી અને ગુજરાત સરકારનાં પરીપત્રનાં આદેશને આવકારી શાળા-કોલેજનાં સંચાલકોએ શાળાઓમાં રજા જાહેર કરી છે. પરંતુ ધો.૧ર (એચ.એસ.સી.), ધો.૧૦ એસ.એસ.સી.ની પરીક્ષા ચાલુ રહેશે. વિશ્વનાં દેશોમાં કોરોના વાયરસ ભારે હાહાકાર મચાવી રહયો છે અને વિવિધ દેશોમાં દિન-પ્રતિદીન કોરોનાને કારણે મૃત્યુ થવાનાં બનાવોનો વધારો થઈ રહયો છે. કોરોના વાયરસનાં સંક્રમણ સામે લડવા ગઈકાલે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ દેશોનાં પ્રતિનિધિઓ સાથે પણ એક મહત્વની બેઠક યોજી હતી. આ ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ગુજરાત સરકાર દ્વારા તકેદારીનાં પગલા રૂપે તાત્કાલીક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને આજ તા. ૧૬ થી લઈ ર૯ માર્ચ સુધી રાજયભરની શાળા-કોલેજામાં શૈક્ષણિક કાર્ય બંધનો વટહુકમ તેમજ ચાર વ્યકિત ભેગા થવા ઉપર પ્રતિબંધનાં ભાગરૂપે કલમ-૧૪૪ શરૂ કરાઈ છે તેમજ જાહેર મેળાવડા, ધાર્મિક કાર્યો, મેળા જેવા તેમજ લગ્નપ્રસંગ ઉપર હાલ પ્રતિબંધાત્મક આદેશો કરાયા છે આ ઉપરાંત મલ્ટીપ્લેક્ષ, સિનેમાઓ, જીમ, મોલ વગેરે પણ બંધ રહેશે. સરકારનાં આદેશનું પાલન ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં કરવામાં આવી રહેલ છે. ગઈકાલે આરોગ્ય સચિવે પણ એક પત્રકાર પરીષદ યોજી કોરોનાં વાયરસ સામે ગુજરાતની હાલની પરિસ્થિતિ દર્શાવી હતી એટલું જ નહી ઈશ્વરની કૃપાને કારણે ગુજરાતમાં હજુ સુધી કોઈ પોઝીટીવ કેસ નોંધાયો નથી તેમ છતાં સાવચેતીનાં તમામ પગલા લેવાનો અનુરોધ કરવામાં આવેલ છે તેમજ ગુજરાતનાં દરેક જીલ્લામાં જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, મનપાનાં કમિશ્નર, જીલ્લા શિક્ષણાધિકારી સહિતનાં પદાધિકારીઓને જુદી જુદી ફરજા સોંપવામાં આવી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલીક અસરથી એક પરીપત્ર જાહેર કરી જૂનાગઢ જીલ્લાની તમામ સરકારી શાળા, ખાનગી શાળાઓ, ટયુશન કલાસીસને આજ તા. ૧૬થી ર૯ માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ જારી કરવામાં આવેલ છે. એટલું જ નહી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે પરંતુ કર્મચારી સ્ટાફને શાળાઓમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે તેમજ કોરોના વાયરસ અંગેની જાગૃતિ માટે લોકોમાં પ્રચાર અને પ્રસાર અને સાવચેતી વધુમાં વધુ લેવાય તેવી પણ અપીલ કરી છે. ગુજરાતભરમાં ચોમાસુ શરૂ થવાની સાથે જ પાંચ મહિના સુધી વિવિધ પાણીજન્ય રોગચાળો ત્યારબાદ વાવાઝોડા, કમોસમી માવઠા બાદ હાલ કોરોના વાયરસનાં સંક્રમણ સામે બજારોમાં મંદીનું ચક્ર ફેલાઈ ગયું છે. તમામ પ્રકારની બજારોમાં ગઈકાલથી ભારે સોપો પડી ગયો હતો. જૂનાગઢ શહેરમાં ખાણીપીણીનાં સ્ટોલો ઉપર પણ ગઈકાલે અલ્પસંખ્યામાં લોકો જાવા મળ્યા હતા. ખાણીપીણી, મનોરંજનનું સ્થળ, સોના-ચાંદીની બજારો, મોટા મોલ, જૂનાગઢમાં ભરાતી રવિવારી ગુજરી પણ એક તકે બંધ કરવામાં આવી હતી આમ કોરોના વાયરસનો સામાન્ય નાગરીકને પણ ભારે હાવ પેસી ગયો છે. આ તકે સરકારી તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે પરંતુ ખાસ કેટલાક તકેદારી અને પરેજીનાં ઉપાયો બહાર પડાયા છે તે લોકોએ એક પખવાડીયા સુધી તકેદારી રાખવી જ પડશે અને આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોરોના વાયરસનો ભય વહેલી તકે ટળી જાય.

error: Content is protected !!