સમગ્ર વિશ્વમાં મહામારી એવા કોરોના વાયરસનાં સંભવીત ખતરો અને જયાં પણ આ વાયરસ ફેલાયો છે ત્યાં ટપોટપ લોકોનાં મોત થઈ રહયા છે તેની સામે સમગ્ર ગુજરાતનું સરકારી તંત્ર જાગૃત બની ગયું છે અને જાહેર કાર્યક્રમનો હાલ બ્રેક મારી દેવામાં આવી છે જે કેટલાક સાવચેતીનાં પગલા છે તે જનહિત માટે સરકાર દ્વારા પ્રસારીત કરવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢનાં પ્રજાભિમુખ એવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા પણ લોકોને સાવચેતી જાળવવા અપીલ કરવામાં આવી છે.
• બને ત્યાં સુધી જયાં વધારે ભીડ હોય ત્યાં એકઠું થવું નહી.
• બજારની ચીજવસ્તુઓ ખાવામાં તકેદારી રાખવી
• હાથ મીલાવવાથી બચો, માત્ર નમસ્તે કરી અભિવાદન કરો
• શરદી, ઉધરસ, માથુ દુઃખવું જેવા લક્ષણો દેખાય તો તાત્કાલીક તબીબનો સંપર્ક કરો.
• ઉધરસ આવવા સમયે કે છીંક આવવા સમયે મોઢા આડે રૂમાલ રાખો અથવા તો મોઢે માસ્ક પહેરી રાખો.
• વારંવાર જંતુનાશક સાબુ અથવા ડેટોલથી હાથ-પગ ધોવાનો આગ્રહ રાખો
• સેનેટરાઈઝનો ઉપયોગ કરો
• આ સાથે જ વિવિધ સેવાકીય સંસ્થાઓ, સામાજીક સેવાકીય સંસ્થાઓએ પણ કોરોના વાયરસનાં આક્રમણને ખાળવા માટે જરૂર પડયે લોકોની પડખે ઉભા રહી હાલ એક એકજ બાબતની જરૂરીયાત છે તે દરેક વ્યકિત પાસે માસ્ક હોવા જરૂરી છે તો આવા માસ્કનાં વિતરણમાં સહયોગ કરવો જાઈએ તેમજ જુદા જુદા સ્થળોએ સ્ટોલ ઉભા કરવા જાઈએ.