કોરોના વાયરસનાં ગંભીર પ્રકારનાં રોગચાળાને નાથવા માટે જૂનાગઢ જીલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે અને તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. જીલ્લા કલેકટરશ્રી સૌરભ પારઘી, જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી તેમજ સમગ્ર વહીવટી ટીમ, મહાનગરપાલિકા તંત્ર તેમજ જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોની સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા કચેરી દ્વારા તો ગઈકાલે વિવિધ વિસ્તારોમાં દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને જીલ્લાની પરિÂસ્થતી ઉપર સતત દેખરેખ અને ચાંપતી નજર રાખી રહેલાં જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘી, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી અને સમગ્ર વહીવટી ટીમ અનેકવિધ પગલાઓ લઈ રહી છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લાની પરિÂસ્થતી અંગે માહિતી આપતાં જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે જૂનાગઢ સીવીલ હોÂસ્પટલનાં આઈસોલેશન વોર્ડમાં એક પણ કેસ નથી. સિવીલ હોÂસ્પટલમાંથી જે બે સેમ્પલ લેવામાં આવ્યા હતાં તેનું રિઝલ્ટ નેગેટીવ આવી ગયું છે. ગઈકાલે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ છે. આ ઉપરાંત અત્યારે એક વ્યકિત જૂનાગઢની ખાનગી હોÂસ્પટલમાં છે અને તેનો રિપોર્ટ સાંજ સુધીમાં આવી જશે. જાકે આ વ્યકિતને ટીબીનો રોગ હોવાનું જાણવા મળેલ છે. અને અગાઉ જે આવા સેમ્પલને રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવતાં હતા તેના બદલે હવે સેમ્પલ ભાવનગર મોકલવામાં આવેલ છે અને ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કોઈપણ કેસ સિવીલ હોÂસ્પટલમાં નથી તેમ જણાવી જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ લોકડાઉનનો પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢ શહેર જીલ્લામાં આ લોકડાઉનનો લોકો ચુસ્તપણે અમલ કરે તે જરૂરી છે. આ ઉપરાંત જે લોકોને હોમ કવોરન્ટાઈન કરાવેલ છે તે લોકોને બંને ત્યાં સુધી અન્ય લોકો સાથે સંપર્કમાં ન આવવું અને તેઓને જે સુચના આપેલ હોય તેનું પાલન કરવા પણ જણાવેલ છે. બંને ત્યાં સુધી લોકો અવરજવર ઓછી કરે અને આવશ્યક જરૂરીયાત સિવાય બહાર ન નીકળે અને આરોગ્ય વિભાગની જે સુચના છે તેનું પુરેપુરૂં પાલન કરવાની પણ અપીલ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારીએ કરી છે.