સાવચેતી અને યોગ્ય કાઉન્સેલીંગ નહીં થાય તો…
૧૬મી માર્ચથી ર૬મી માર્ચ સુધીનાં ૧૦ દિવસ થયા કોરોના.. કોરોના.. ગુંજી રહયું છે ત્યારે લોકોનાં મનમાં કોરોના ઘુસી જાય તે પહેલા કાઉન્સેલીંગની વ્યવસ્થાની તાતી જરૂર – તબીબી નિષ્ણાંતોનો મત
(જગડુશા ડી. નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ર૬
વાંચક મિત્રો આપણે સૌ આજે કોરાનાનાં વાયરસનાં રોગચાળાનો સામનો કરી રહયા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ ર૧ દિવસનાં લોકડાઉનનું પુરેપુરૂ પાલન કરીએ એજ આ મહામારીમાંથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. અને જગતનાં પાલનહાર એવા પરમકૃપાળુ ઈશ્વર પરમાત્મા, અલ્લાહ પરવર દિગાર, ઈસુને આપણે સૌ પ્રાર્થના, બંદગી કરી અને ભારત સહીત વિશ્વનાં દેશોને આ મહામારીમાંથી ઉગારી લે. એક તરફ કોરોનાનાં સંભવિત ખતરાનો સામનો કરી રહયા છીએ તો સાથે જ એક બીજી બાબત ઉપર પણ ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે અને તે બાબત એ છે કે સતત ગુંજી રહેલા ‘કોરાના’નાં ગુંજરવને કારણે લોકો કોરોનાનાં ફોબીયાનો શિકાર લોકો બની શકે છે તેવી દહેશત વ્યકત થઈ રહી છે ત્યારે જાગૃતિ દાખવવા અને અસરકારક કાઉન્સેલીંગ કરવાની પણ ખાસ જરૂર છે તેવું નમ્ર સુચન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર કરે છે અને લોકોને પણ જાગૃત રહેવા નમ્ર સુચન કરે છે.
સમગ્ર વિશ્વમાં આજે કોરોનાની મહાભયંકર બિમારી સામે સુરક્ષિત રહેવાની ટકકર ચાલી રહી છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ર૪મી માર્ચે સાંજનાં ૮ વાગ્યે રાષ્ટ્રજાગ સંબોધન કરી અને ર૧ દિવસનો દેશવ્યાપી લોકડાઉન જાહેર કરી દેવાની ઘોષણા સાથે હાલ ભારતમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટેની ઝુંબેશનાં ભાગરૂપે સમગ્ર દેશ આજે લોકડાઉન હેઠળ છે. કેન્દ્ર સરકાર, દરેક રાજયની સરકાર, સ્થાનિક જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મનપા તંત્ર, આરોગ્ય વિભાગ, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સરકારે જાહેર કરેલ આવશ્યક સેવા, અખબારના સંચાલકો, પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મિડીયા કર્મીઓ સહુ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક, ખંતથી અને કાબીલે દાદ કામગીરી કરી રહેલ છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારનાં આરોગ્ય વિભાગ વગેરે દ્વારા પણ પ્રસંશનીય કામગીરી હાલ ચાલી રહી છે. સરકાર અને સરકારી તંત્ર કઈ રીતે ‘લોકોને સુરક્ષીત’ રાખવા તે માટેની જારદાર કવાયતો લશ્કરી ઢબે ચાલી રહી છે જે ખુબ જ આવકારદાયક છે જ. ભારત અને વિશ્વનાં દેશો ઉપર કોરોના વાયરસ રૂપી સંકટને દૂર કરવા શકય તેટલી તમામ પ્રક્રિયા ચાલી રહી છે. અને આજે સમગ્ર દેશ ચિંતાતુર છે તો કોરોનાં વાયરસની વધુ એક ઈફેકટ બહાર આવી રહી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
૧૬મી માર્ચના દિવસથી ૩૧ માર્ચ સુધી સૌ પ્રથમ જાહેરનામું બહાર પડયું અને કોરોનાની ભયંકર બિમારીને નાથવા પ્રતિબંધાત્મક આદેશો સરકાર અને તંત્ર દ્વારા કરાયા એટલું જ નહી તેનો ચુસ્તપણે અમલ કરવા માટે પણ લોકોને અપીલ કરાઈ ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપી રરમી માર્ચનાં રવિવારનાં રોજ સમગ્ર દેશમાં જનતા કર્ફયુ પાળવામાં આવ્યો અને ત્યારબાદ વડાપ્રધાન દ્વારા ર૧ દિવસનું લોકડાઉન પ્રજા, નાગરીકની સલામતી માટે જાહેર કરવામાં આવ્યું છે. અને તેનો અમલ અસરકારક થાય તે માટે ‘ઘરમાં રહો, સુરક્ષીત રહો’ અને સમાજને સુરક્ષીત રાખવાનું સુત્ર અપાયું. ૧૬મી માર્ચથી શરૂ થયેલી કોરોનાં વાયરસની કાનાફુસી સતત ૧૦ દિવસ થયા ચાલી રહી છે. આજે ૧૦માં દિવસે નિષ્ણાંતોમાં ચોંકાવારા મંતવ્યો આવી રહયા છે. જેમાં એવી દહેશત વ્યકત થઈ રહી છે કે સતતને સતત એકને એક શબ્દ કાને અથડાવવાની થતી માનસીક બિમારી એટલે કે ફોબીયાનો સંભવીત ખતરો જા ધ્યાન ન રાખવામાં આવે તો લોકોનાં મનનો કબ્જા લઈ શકે છે.
સામાન્ય રીતે જાવા જઈએ તો મેડીકલ ભાષામાં માનસીક ફોબીયાની બિમારી વિષે અને તેનાં લક્ષણો વિષે અવાર નવાર માહિતી અને જાણકારી નિષ્ણાંત તબીબો દ્વારા અપાતી હોય છે અને આવું થવાનું કારણ મોટાભાગે કોઈપણ પ્રકારનો ભય હોય છે ત્યારે હાલનાં સંજાગોમાં કોરોનાં મહામારીનો ભય આજે સમગ્ર વિશ્વમાં ફેલાયો છે એટલું જ નહી લોકોને સતતને સતત કોરોનાની બિમારી અંગેની વાતચીત અને માહિતીની સતત આપણે કરતાં જાવા મળ્યા છે. આજે શેરી, ગલી, ચૌરે અને ચૌટે એક જ ચર્ચા એટલે કે કોરોનાની થતી હોવાથી સવારનાં ઉઠે ત્યાંથી લઈ સુવે ત્યાં સુધી કોરોનાની અસર હેઠળ માનસીક રીતે લોકો જીવે છે, મગજ ઉપર માનસીક ભારે દબાણ, આર્થિક તંગી, ધંધા-રોજગાર સંબંધીત સમસ્યા ઉદભવી રહી છે ત્યારે કોરોનાની આ અસર કે જે લોકોનાં મનમાં ઘર કરી ગઈ જ છે તેને લઈને લોકોની માનસીકતા અસ્વસ્થ બની ચુકી છે. અને જેનાં પરીણામે લોકો કોરોનાં ફોબીયાનો શિકાર બને