જૂનાગઢનાં જાષીપરા વિસ્તારમાં ઘરે-ઘરે ફરી અને કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ અને ચેકીંગ કરાયું

0

જૂનાગઢ તા.ર૬
કોરોના વાયરસનાં રોગચાળા સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનું તંત્ર જરૂરી પગલાં ભરી રહેલ છે. મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં દવાનાં છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જાષીપરા વિસ્તારમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનપાની ટીમ દ્વારા ઘરે-ઘરે તપાસણી કરવામાં આવી રહી છે. તેમજ લોકોને પણ કોઈપણ જાતની મુશ્કેલી હોય અને આરોગ્ય વિષયક પગલાં અંગે માહીતી આપવામાં આવી રહી છે તેમજ જરૂરી સાવચેતીરૂપે તબીબી ચકાસણી કરાવી લેવા જણાવ્યું છે. જૂનાગઢ શહેરમાં અમુક જગ્યાએ જ દેખાડવા માટે જ જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી થઈ છે. ૧ થી ૧પ વોર્ડમાં દરેક શેરી, મહોલ્લાઓ, સોસાયટીઓમાં જંતુનાશક દવાઓનો છંટકાવ થયો નથી. સફાઈ થતી નથી કે ઘરે-ઘરે કોઈ તબીબી ચકાસણી થઈ નથી. તેવું નાગરીકોએ જણાવ્યું છે.