માનવતાની મહેક પ્રસરાવતું શહેર એટલે આપણું જૂનાગઢ

0

માનવતાની મહેક પ્રસરાવવામાં જેનો જાટો નથી તેવાં શહેર એટલે કે આપણું જૂનાગઢ શહેર કે જ્યાં મદદ માટેનો પોંકાર થાય છે ત્યારે કોમી એકતાનાં આ શહેરમાં હિન્દુ-મુસ્લિમ અને દરેક ધર્મનાં લોકો એક સાથે રહી અને સેવાની કામગીરી બજાવવા માટે મેદાને પડી જાય છે અને સર્વથી શ્રેષ્ઠ કામગીરી બજાવી જાણે છે. જ્યાં સંતોનાં આર્શિવાદ છે, પીર-પયંગમ્બર અને ઓલિયાઓનાં આર્શિવાદ અને ધર્મની જ્યાં કાયમને માટે ધજા ફરકી રહી છે. તેવાં જૂનાગઢ શહેરનાં લોકો પ્રાર્થના-બંદગી કરી અને ઈશ્વર તેમજ અલ્લાહ પરવરદિગાર તથા ઈશુ, વાહેગુરૂ દ્વારા પાસે સમગ્ર વિશ્વનાં કલ્યાણની કામના કરે છે. એવા આ શહેરનાં તમામ સંપ્રદાયનાં લોકો આજે સેવાનાં અનોખા જંગમાં સામેલ થયાં છે અને સાથે જ જરૂરીયાતમંદ લોકોને આશરો આપવાથી માંડીને તમામ પ્રકારની મદદ પહોંચાડવા પણ કામે લાગી ગયાં છે. કોરોનાનાં ગંભીર પ્રકારનાં રોગચાળાએ જ્યારે સમગ્ર દેશ અને વિશ્વનાં દેશોને અજગર ભરડો લીધો છે અને વડાપ્રધાનશ્રીની અપીલને માન આપી આ કપરા કટોકટીનાં જંગમાં લોકડાઉન પ્રવર્તી રહ્યો છે. લોકડાઉનનાં આ સમયમાં સાવચેતી, સતકર્તા, જાગૃતિ રાખવાની નોબત આવી છે. આમ પ્રજાનો જાગૃતિ દાખવે છે. સાથે-સાથે જીવનું જાખમ હોવા છતાં પણ તમામ પ્રશાસન તંત્ર વિવિધ વિભાગનાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આવશ્યક ચીજવસ્તુઓની સમય મર્યાદામાં મેળવી લેવાની છુટછાટ આપવામાં આવી છે. ધંધા-રોજગાર બંધ હાલતમાં હોય તેની અસર રોજેરોજનું કરી ખાતા લોકો તેમજ જરૂરીયાતમંદ લોકોને ખુબ જ વર્તાઈ રહી છે. આવાં સંજાગોમાં જૂનાગઢ અને સોરઠ પંથકનાં માનવીઓ મદદનાં પોકાર માટે સંયમ રીતે સેવાની ભાવના સાથે અનોખો જંગ આદરી રહ્યાં છે. અન્નદાનનો મહિમા તો આપણે જાઈ ચુક્યાં છીએ. લોકોને ભોજન અને પ્રસાદ આપવાની વિનામુલ્યે સેવા-ધામો સતત ચાલી રહ્યાં છે. ભવનાથ ક્ષેત્રમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિ સતત ચાલી રહી છે. હાલ જયારે કોરોનાની કટોકટીનાં સમયે જરૂરીયાતમંદ લોકોને સહાયરૂપ બનવા માટે દાતાઓ પણ કટીબધ્ધ બન્યાં છે. સેવાકીય સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, મંડળો, વિવિધ વિસ્તારમાં આવેલાં સોસાયટીવાસીઓ, હિંદુ-મુસ્લિમ સહિત દરેક સમાજનાં લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વિના હાલ સેવાની પ્રવૃત્તિ સાથે ફુડ પેકેટ, અનાજ પુરવઠો, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ વગેરે જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તેવી પ્રવૃત્તિ નિયમમાં રહીને કરી રહ્યાં છે. તે સર્વે સેવાકર્મીઓને સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર વંદન કરે છે. એટલું જ નહીં જયારે પણ સેવાનો સાદ કે મદદનો પોકાર પડે છે. ત્યારે જૂનાગઢીવાસીઓ ફુલન નહી તો ફુલની પાંખડી અર્પણ કરી હર-હંમેશ સૌથી પહેલાં મેદાને જંગમાં કુદી અને તમામ પ્રકારની સેવા અને મદદ માટે આગવી રીતે સાથ આપે છે. તેનું પણ હૈયે સોરઠવાસીઓ ગૌરવ ધરાવે છે.