જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકો માટે ફુડ પેકેટ તેમજ ભોજન સામગ્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી આવી છે. દરેક ધર્મનાં તહેવારો તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલાં ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકર્તાઓ દ્વારા આજે જયારે સમગ્ર દેશ કોરોના વાયરસની બિમારીનાં ખતરા સામે ઝઝુમી રહ્યો છે. ત્યારે જરૂરીયાત મંદ લોકોને મદદ આપવા તૈયારી દર્શાવી છે અને સેવાકીય પ્રવૃત્તિ પુરજાશથી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે ગોધરા અને પંચમહાલ વિસ્તારનાં મજુરોને મેંદરડાથી તેમનાં વતન જવાની વ્યવસ્થા કરવાની સાથે આ લોકો માટે ગાંધીગ્રામ પોલીસ ચોકી ખાતે મજુરોને રાખવામાં આવેલ હતાં અને ગાંધીગ્રામ ગરબી મંડળનાં ઓટા ઉપર આ મજુરોને પ્રેમથી ભોજન ગાંધીગ્રામ ગરબી મંડળનાં કાર્યકતાઓ દ્વારા કરવામાં આવેલ હતું. આ ઉપરાંત ફુડ પેકેટ પણ તૈયાર કરવામાં આવેલા છે. ગાંધીગ્રામ ગરબી મંડળનાં અગ્રણી વિરાભાઈ મોરીએ જણાવ્યું હતું કે આ સેવાકીય પ્રવૃત્તિમાં ગાંધીગ્રામ ગરબી મંડળનાં તમામ કાર્યકતાઓ અને ગાંધીગ્રામ વિસ્તારનાં લોકોએ પણ સંપૂર્ણ સાથ અને સહયોગ આપેલ છે અને આ સેવાકીય પ્રવૃત્તિ અમે ચલાવી રહ્યાં છીએ જરૂરતમંદ લોકોએ સંપર્ક સાધવા જણાવ્યું છે.