ચીને કોરોના બોંબ લીકેજ કરીને સમગ્ર વિશ્વમાં માનવ સંહાર કર્યો હોવાનો અમેરીકી કંપનીનો આક્ષેપ – ર૦ ટ્રીલીયન ડોલરનો દાવો માંડયો

0

વોશિંગ્ટન તા. ૨૭
સમગ્ર વિશ્વ માટે ખતરો બની ગયેલા ચીન દ્વારા કોરોના વાયરસ જીવાણુ અખતરા બાદ સર્જાયેલી સ્થિતિ અંગે હવે ધીરેધીરે વાતો અને આક્રોશ બહાર આવી રહયો છે. કોરોના વાયરસ ની ભયાનકતા જોતા અમેરિકાની એક કંપનીએ ચીની સરકાર ઉપર ૨૦ ટ્રિલિયન ડોલરનો દાવો માંડી દીધો છે. આ કંપની એ સીધો આરોપ લગાવ્યો છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેકસાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી કલેમૈન અને સંસ્થા ફ્રીડમ વોચે મળીને ચીન સરકાર, ચીની સેના, વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટીટ્યૂટનાં ડાયરેકટર શી ઝેનગ્લી અને ચીની સેનાનાં મેજર જનરલ છેન વેઈની વિરુદ્ઘ દાવો માંડતા હવે અનેક દેશો આ વાત ને લઈ આગળ આવે તેવો માહોલ બની રહ્યો છે. દાવામાં સ્પષ્ટ જણાયું છે કે ‘ચીની વહીવટી તંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું છે, જેના કારણથી આ વાયરસ ફેલાય છે અને આ કારણે તેમણે ૨૦ ટ્રિલિયન ડોલરનું વળતર માંગ્યું છે. ચીને હકીકતમાં અમેરિકી નાગરિકોને મારવા માટે આ હથિયાર તૈયાર કર્યું હતું.
તેમનો આરોપ છે કે, ‘વુહાન વાયરોલોજી ઇન્સ્ટીટ્યૂટ માંથી કોરોના હથિયાર છૂટી ગયું છે ચીને કોરોના વાયરસનું નિર્માણ મોટી સંખ્યામાં જનસંહાર કરવા માટે કર્યું છે.’ તેમણે કહ્યું કે, ‘જૈવિક હથિયારોને ૧૯૨૫માં જ ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા છે અને આને જનસંહારનાં આતંકી હથિયાર તરીકે જોઇ શકાય છે.’ અમેરિકી કંપનીએ આ વિશે મીડિયામાં આવેલા અનેક સમાચારોને આધાર બનાવતા કહ્યું કે, ‘ચીનમાં ફકત એક માઇક્રોબાયોલોજી લેબ વુહાનમાં છે જે નોવેલ કોરોના જેવા અત્યાધુનિક વાયરસને પહોંચી વળી શકે છે. ચીને કોરોના વાયરસ વિશે આના નિવેદનોને રાષ્ટ્રિય સુરક્ષા પ્રોટોકોલનું બહાનું બનાવીને છુપાવ્યા છે.’