ભારત સ્ટેજ-૩ ભણી – કોરોનાનાં ૯૦૦ કેસ – પોઝીટીવ કેસમાં ઉછાળો

0

નવી દિલ્હી તા. ર૮
કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ૬-૬ અને રાજસ્થાનમાં ૨ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ ૯૦૦ પોઝીટીવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી ૭૯૧ સંક્રમિત હાલ પણ હોસ્પિટલમાં છે અને ૭૬ સ્વસ્થ થઈ ચુક્યા છે. આ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. શુક્રવાર સુધી આ બિમારીથી ૨૦ લોકોના મોત થઈ ચુક્યા છે. એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે ૧૫૧ કેસ શુક્રવારે જ સામે આવ્યા, ૩ લોકોના મોત થયા અને ૨૫ લોકો સ્વસ્થ થયા હતા. આ પહેલા ૨૩ માર્ચે એક દિવસમાં ૧૦૨ લોકો સંક્રમિત થયા હતા.
દેશમાં કોરોના સામેની તમામ જાગૃતિ છતા જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેનાથી હવે કેન્દ્ર અને રાજય સરકારો એલર્ટ બની ગઈ છે. ગઈકાલે દિલ્હી અને ઔરીસ્સાના મુખ્યમંત્રીએ કરેલા વિધાનો સૂચક છે. ઔરીસ્સાએ ભય વ્યક્ત કર્યો કે જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેનાથી કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો ભય વધ્યો છે.
બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પાટનગર- સ્ટેજ થ્રી માટે તૈયાર હોવાનું જાહેર કર્યુ છે તો ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ તથા આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યુ છે કે કોરોનાનું કોમ્યુનીટી ટ્રાન્સમીશન હજુ શરૂ થયું નથી પણ અમો તેના માટે તૈયાર છીએ.
દેશમાં લોકડાઉનના ત્રણ દિવસ બાદ પણ કોરોના પોઝીટીવના આંકડા આગળના દિવસ કરતા સતત વધુ નોંધાતા રહે છે. દેશમાં હાલ સતાવાર આંકડા પોઝીટીવ નોંધાયા હતા. જો કે તેમાં હવે ૭૬ લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ જતા તેઓને રજા અપાતા હવે એકટીવ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૭૯૭ થઈ છે અને આજે તે ૯૦૦ના આંકડાને પાર કરી દેશે તેવો ભય છે. જેમાં કોરોના પોઝીટીવ છે ત્યાં ૪૭ વિદેશી પણ છે તો મૃત્યુઆંક ૨૦ ઉપર જ સ્થિર રહ્યો છે. જેએક રાહતની નિશાની છે.

error: Content is protected !!