ગુજરાતમાં ૬ નવા પોઝીટીવ કેસ નોંધાયા ૭ દિવસ અત્યંત નિર્ણાયક અને ગંભીર

0

અમદાવાદ તા. ર૮
ગુજરાતમાં કોરોનાના ૬ નવા પોઝીટીવ કેસ નોંધાતા રાજય સરકાર ચોકી ઉઠી છે તે સાથે રાજયમાં કોરોના પોઝીટીવના કુલ ૫૩ કેસ થયા છે તો બીજી તરફ આજે રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદમાં રાજયમાં હવે કોરોના સામે મહતમ સાવધાનીની જરૂર હોવાનું જણાવીને તેઓ સંકેત આપ્યો કે રાજયમાં આગામી દિવસમાં કોરોના પોઝીટીવ કેસ વધી શકે છે. દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ અંદાજે ૧૫ લાખ લોકો વિદેશથી દેશના અલગ અલગ ભાગમાં આવ્યા છે. તેમાં તમામની ચકાસણી થઈ નહી હોવાનું મનાય છે અને રાજયોને આ પ્રકારના લોકોની તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજયનાં આરોગ્ય સચિવ જયંતિ નટરાજને આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે રાજયમાં જેઓ કોરોનાના લક્ષણ ધરાવે છે અને હજુ જાહેર થયા નથી તેવા લોકોને ‘ઈન્કયુબેશન’ નો પિરીયડ શરૂ થયો છે અને તેથી કોરોના પોઝીટીવ વધી શકે છે.
આ ઈન્કયુબેશન પીરીયડ એવી સ્થિતિ છે જેઓને કોરોનાનો ચેપ લાગ્યો છે પણ તેના શરીરમાં તેને સક્રીય થતા ૬થી૮ દિવસ લાગી શકે છે અને ત્યારબાદ તે વ્યક્તિઓ કોરોનાના બાહ્ય લક્ષણ નજરે ચડે છે. આ સમયગાળો ૧૫ દિવસનો પણ હોઈ શકે છે. જયંતિ નટરાજને કહ્યું કે રાજયમાં હવે તા.૫ એપ્રિલ સુધીમાં કોરોના પોઝીટીવના કેસ વધી શકે છે. જેથી લોકડાઉનનો અમલ વધુ આકરો કરવાની સાથે લોકો ઘરમાં જ રહે તે જોવાની સૌથી વધુ આવશ્યકતા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહેસાણાનો એક કેસ છે. આમ રાજયના નવા જીલ્લામાં કેસ આવ્યો છે તો અમદાવાદમાં ત્રણ વધુ કેસ ગાંધીનગરમાં ૧, વડોદરામાં ૨ કેસ નોંધાયા છે અને કુલ પોઝીટીવ ૫૩ થયા છે. ગુજરાતમાં ઈન્કયુબેશન પીરીયડ શરૂ થયો છે તેવા આરોગ્ય સચિવની જાહેરાતથી હવે કોરોના ગંભીર બન્યો છે તેવા સંકેત છે. વાયરસના સંક્રમણ બાદ જે તે વ્યક્તિના શરીરની રોગપ્રતિકારક શક્તિના આધારે તે વાયરસ કયારે કેવી રીતે અસર કરે છે તે નિશ્ચિતથાય છે. કોરોનામાં વાયરસ વ્યક્તિને સંક્રમીત કર્યા બાદ એક અઠવાડીયાથી ૧૫ દિવસમાં તે એકટીવ થાય છે અને ગુજરાતમાં હવે આ પ્રકારનો ઈન્કયુબેશન પીરીયડ શરૂ થયો છે તેવી ચેતવણી આરોગ્ય સચિવે જાહેર કરી છે.ર ગુજરાતમાં જે રીતે ગઈકાલે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે અને હવે ઈન્કયુબેશન પીરીયડ પણ ચાલુ થયા છે. ઉપરાંત લોકલ ટ્રાન્સમીશનના ચાર કેસ વધ્યા છે. તેનાથી સરકાર લોકડાઉનને વધુ આકરૂ બનાવવા જઈ રહી છે અને રાજયમાં રોડ ઉપર હવે પોતાની સાથે અનામત પોલીસ દળ પણ ઉતારાશે તેવા સંકેત છે.

error: Content is protected !!