જૂનાગઢ આઠ વર્ષની માસૂમ બાળકીનાં શંકાસ્પદ કેસમાં તેના સેમ્પલો લઈ અને જરૂરી પરીક્ષણ અને તપાસ માટે સત્તાવાળાઓ દ્વારા તેને ભાવનગર મોકલવામાં આવેલ હતો અને ગઈકાલે રીપોર્ટ આવવાની પ્રતિક્ષા હતી આ દરમ્યાન ગઈકાલે મોડી સાંજના રીપોર્ટ આવી ગયો છે અને તે રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સતર્કતા, જાગૃતતા અને લોકડાઉનનાં સમયગાળામાં લોકોને ફરી એકવાર સંપૂર્ણ સહયોગ આપી ‘સ્ટે હોમ’ (ઘરમાં જ) રહેવાની અપીલ કરી છે.