બીલખામાં કોરોના વાયરસને લઈ પોલીસ સ્ટાફ અને ગ્રામ પંચાયત સ્ટાફ ખડેપગે : દવાનું વિતરણ કરાયું

0

જૂનાગઢ જીલ્લાનાં બીલખા ખાતે ગ્રામ પંચાયતનાં સરપંચ મહેન્દ્ર નાગ્રેચાનાં માર્ગદર્શન હેઠળ ગ્રામપંચાયતનો સ્ટાફ સતત જાગૃતિ દાખવી રહ્યો છે અને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી વિગત અનુસાર બીલખા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ બીલખા ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસને લઈ કડક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બીલખા ગ્રામપંચાયત દ્વારા તેમજ સરકારી હોમ્યોપેથીક દવાખાનું આંબલીયાના મેડીકલ ઓફીસર શ્રી કીશોરભાઈ ગજેરાનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને જૂનાગઢ તાલુકાનાં ઉપક્રમે બીલખામાં રોગ પ્રતિકારક દવાનું વિતરણ કરવામાં આવી રહેલ છે. તેમજ જરૂરીયાત મંદ માણસોને તાત્કાલીક સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત બીલખા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. માલમનાં માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલીંગ કરી અને સુરક્ષા જાળવી રહ્યા છે તેમજ લોકોને ઘરમાં રહેવાનું સુચન કરે છે અને લોકોને કાયદાનું ભાન કરવી કાયદાનું કડક રીતે પાલન કરાવી રહ્યા છે.