સોમનાથ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઈ કે. લ્હેરીનો આજે જન્મ દિવસ-અમૃત વર્ષમાં પ્રવેશ

0

વિશ્વ પ્રસિધ્ધ શ્રી સોમનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી, સચિવ તથા ગુજરાત રાજયનાં નિવૃત મુખ્ય સચિવ પ્રવિણભાઈ લ્હેરી આજ ર૮ માર્ચે તેમની સફળત્તમ જીંદગીનાં ૭પ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં પ્રવેશે છે. ર૮ માર્ચ ૧૯૪પનાં રોજ અમરેલી જીલ્લાનાં રાજુલા ખાતે જન્મેલ. તેઓએ રાજુલા-મુંબઈ શિક્ષણ મેળવી ગુજરાત રાજય સનદી સેવામાં જોડાયા અને ઉજજવળ કારર્કીદીથી રાજયનાં મુખ્ય સચિવ પદ સુધી પહોંચી નિવૃત થયા. નિવૃત શબ્દ સરકારી નોકરીનો છે બલ્કે તેઓ હવે વધુ પ્રવૃત અને સક્રિય થયા. તેઓ હાલ સોમનાથ મંદિરનાં ટ્રસ્ટી, સચિવ, ટોરેન્ટો લીમેટેડ એડવાઈઝર, સદવિચાર પરિવાર, ભાગવત વિદ્યાપીઠ કવિશ્રી કાગની કાગવાણી ઉપર વિચારધારા લેખ સરદાર અને ગાંધીજી તેમજ સંત કબિર ઉપર છેલ્લા દસ વરસથી સાહિત્ય સર્જન, લેખન, સંપાદન વિવિધ વર્તમાનપત્રો અને પૂર્તીઓમાં અનેક ટી.વી. ચેનલો ઉપર વાર્તાલાપ અને અનેક પુસ્તકો લખ્યાં. ‘રંગ ..છે…રાજુલા’ સરદાર સંસ્મરણા ‘ૐ તત્‌ સત્‌ (કબીર વાણી)’, હિંન્દુ સ્વરાજનાં શિલ્પી, કૃષ્ણ ભકિત, તંત્રી સુવિચાર મેગેઝીન, સોમનાથ વર્તમાન અને સલાહકાર અખંડ આનંદ. તેમના રાજય સચિવ પદ દરમ્યાન અંબાજી મંદિરનો વિકાસ પ્રારંભાયો જે આજ દિવસ સુધી જબરદસ્ત વેગ સાથે ગતિમાં છે. સોમનાથ મંદિર ટ્રસ્ટી, સચિવ પદ દરમ્યાન તેમના દ્વારા થયેલ વણથંભ્યો વિકાસ આવતા ર્તીથયાત્રિકોની સુવિધાઓમાં વધારો થયો છે. આજે મોબાઈલ એપ અને વેબ ચેનલથી વિશ્વભરનાં ખૂણે-ખૂણે પથરાયેલા સોમનાથ દાદાનાં ભકતોને ત્રણ ટાણાની આરતી નિહાળી શકાય તેવી સુવિધાનું શ્રેય તેમને જાય છે. અત્યાર સુધી મંદિર માત્ર રાત્રે નવ વાગ્યા સુધી જ ખૂલ્લુ રહેતું. પછી તે પર્વ હોય કે સાદા દિવસો પરંતુ તેમણે યાત્રિકોને સરખી રીતે દર્શન થઈ શકે અગર અહીં રોકાણ કર્યા વગર જલ્દી ટ્રેન કે બસ પકડવી હોય તો મંદિર સવારનાં છ થી રાત્રીનાં દસ સુધી ખુલ્લુ રાખવાનો કાયમી ઓર્ડર કર્યો એટલું જ નહીં પવિત્ર શ્રાવણ માસનાં સોમવાર, રવિવારને તહેવારો તથા દર માસિક શિવરાત્રીએ મંદિર સવારનાં ચાર થી રાત્રીનાં દસ અને માસીક શિવરાત્રીએ રાત્રીનાં એક સુધીનો દર્શનાર્થીઓને દર્શન સુવીધા દાતાઓ સાથે સંર્પક સહયોગથી સોમનાથ મંદિર આજે સુર્વણથી ઝળહળી રહ્યું છે. ઉનાળાનાં દિવસોમાં દર્શનાર્થીઓને મંદિરમાં દર્શન સ્થળ ઉપર એરકન્ડીશન સુવિધા તેઓનું યોગદાન છે. સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે જે ઢોળાવ એટલે કે દર્શનાર્થીને મંદિર પ્રવેશતાંજ ભગવાનના દર્શન થાય તેવી અદભુત સીસ્ટમ ગોઠવી કરોડો ભારતવાસીઓને આર્શીવાદ રૂપ બન્યું છે. નર્મદા ડેમ કામગીરી તેના કાર્યકાળ દરમ્યાન અનેક અટપટા પ્રશ્નો ઉકેલી સમસ્યાઓ દૂર કરી પૂર્ણતામાં સક્રિય રહ્યા અને જેને કારણે નર્મદાનાં નીર કચ્છનાં રણ અને સોરઠનાં સીમાડા સુધી પહોંચ્યા તેમાં પણ તેઓનું મહત્વનું યોગદાન છે. તેઓ ઉપર તેમનાં જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ વહી રહ્યો છે. સંપર્ક ૯૮ર૪૦ ૮૩૯૬૯.

error: Content is protected !!