ચોરવાડમાં જરૂરીયાત મંદોને વહારે આવતું વૈદ્ય પરિવાર

0

લોકડાઉનનાં આ કપરા સમયમાં પોતાના વતન ચોરવાડમાં રહેતા અમુક એવા પરિવારો કે જે રોજે રોજનું કમાઈ મજૂરી કરીને પેટનો ખાડો ભરે છે. તે ર૦ દિવસ કેમ કાઢશે ? આવા ગરીબ પરિવાર માટે ચોરવાડનાં વરિષ્ઠ વકીલ રોહનભાઈ વૈદ્ય તથા તેમના ભર્મ પત્ની અલકાબેન તથા પુત્ર મીત અને પુત્રવધુ પૂજા દ્વારા ચોરવાડ ગામમાં કોઈપણ જાતનાં નાત-જાતનાં ભેદભાવ વગર ગામમાં રહેતા દરેક સમાજનાં કોઈપણ જરૂરીયાત મંદ પરિવાર માટે પ૦ થી ૬૦ લોકોને તથા અંદાજે રરપ લોકોને રસોઈ તૈયાર કરાવી અને ઘરે ઘરે પાર્સલ પહોંચાડવામાં આવ્યા તદઉપરાંત સમય અને સંજાગ ધ્યાને લઈ કાચો ખોરાક અંદાજે ૧ વ્યકિતને ૪ દિવસ ચાલે તે મુજબ(૧ કિલો ઘઉંનો લોટ, પ૦૦ ગ્રામ ચોખા, પ૦૦ ગ્રામ ચણા, પ૦૦ ગ્રામ બટેટા અને રપ૦ ગ્રામ તેલ)ની કીટ બનાવી અંદાજે ર૭પ લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી. આ કીટ તા.ર૭-૩-ર૦ થી ચોરવાડ ગામનાં અંદાજે ર૭પ લોકોને દર ૪ દિવસે ૧ વાર આપવામાં આવશે. આ સમગ્ર કાર્યમાં ચોરવાડ ગામનાં વતની સ્વ.રામજી માંડણ ચુડાસમાનાં સ્મરણાર્થે તેઓના સુપુત્ર ઉત્સાહી અને યુવાન ડોકટર રવિન્દ્ર ચુડાસમાએ પોતાનો પુરેપુરો સહકાર જાહેર કરેલ છે. તો ચોરવાડ પોલીસ સ્ટેશનના વડા તથા સ્ટાફે પણ પોતાનો સહકાર દર્શાવેલ છે. જે ચોરવાડ માટે ખરેખર ગર્વ લેવાની બાબત છે.

error: Content is protected !!