કોરોનાનો વિશ્વવ્યાપી મૃત્યુઆંક ર૭,૩૬પ – ઈટાલી, સ્પેન, ફ્રાન્સમાં ૧૬ હજાર લોકોનોભોગ લેવાયો

0

 

અમેરીકામાં ૧૦૪ર૦પ પોઝીટીવ કેસ – ૧૭૦૦થી વધુનાં મોત – વિશ્વમાં પાંચ હજારથી વધુ મૃત્યુઆંક ધરાવતા ૧૪ દેશ – ૧૦૦૦થી વધુ મૃત્યુઆંક ધરાવતા ૩૮ દેશ

 

વોશીંગ્ટન તા. ર૮
કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૬ લાખની નજીક પહોંચી ગઈ છે. મૃત્યાઆંક ૨૭૩૬૫ થયો છે. અત્યાર સુધીમાં ૧ લાખ ૩૩ હજાર ૩૦૦ લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં કોરોના વાઈરસના ૧ લાખ ૪ હજાર ૨૦૫ કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક ૧૭૦૦થી વધી ગયો છે. ઈટાલીમાં ૮૬૪૯૮ કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક ૯૧૩૪ થયો છે. અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે ૧૭૪ મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને ૨.૯ મિલિયન ડોલર (૨૧.૭ કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં ૧૬૨૬૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના ૬૦ ટકા છે.
ઈટાલીમાં એક દિવસમાં ૯૬૯ લોકોનાં મોત સાથે મૃત્યુઆંક ૯ હજારને પાર થઈ ગયો છે. ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ ૮૬૪૯૮ નોંધાયા છે. ઈટાલીમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અહીં એક દિવસમાં ૯૬૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં ૯૧૩૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. ૨૪ કલાકમાં ૫૮૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે અહીં ૪૪૦૧ લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ અહીં ૩૭૩૨ લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. ૩ એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને કેવી રીતે એટકાવવો તેના માટે એક કલાક ફોન ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઈરસ સાથે જોડાયેલ તમામ ડેટા ચીન અમેરિકા સાથે શેર કરશે. ચીનમાં કોરોના સામે કેવી રીતે લડવામાં આવ્યું તેની માહિતી ઉપયોગી નિવડશે. કોરોના સામે સાથે મળીને લડવા માટે અમે સહમત થયા છીએ.
ઈરાનમાં ૨૪ કલાકમાં ૧૪૪ લોકોના મોત થયા છે અને ૨૯૨૬ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ઈરાનમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૩૨૩૩૨ થઈ છે જ્યારે મૃત્યુઆંક ૨૩૭૮ થયો છે. મેક્સિકોમાં ૧૩૨ નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા ૭૧૭ અને મૃત્યુઆંક ૧૨ થયો છે. દ. કોરિયામાં પણ ૧૪૬ નવા કેસ નોંધાય છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા ૯૪૭૮ અને મૃત્યુઆંક ૧૪૪ થયો છે. કોરોનાના પાંચ હજાર ઉપર કેસ નોંધાયા હોય તેવા ૧૪ દેશ છે. જ્યારે એક હજાર ઉપર કેસ નોંધાયા હોય તેવા ૩૮ દેશ છે.

error: Content is protected !!