સોશ્યલ મિડીયામાં ખોટા મેસેજ વાયરલ કરનાર ૩ શખ્સો સામે ફરીયાદ

0

કોરોનાની બિમારી અને તેના પોઝિટીવ કેસોને લઈને સોશ્યલ મિડીયાનાં ગૃપોમાં ખોટી અફવા ફેલાવનારા ૩ શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં જય વીર વચ્છરાજ નામના વોટ્‌સએપ ગૃપમાં જનતા તથા પોલીસ સાથે સંઘર્ષનો જૂનાગઢ શહેરનાં નામે ખોટો વિડીયો વાયરલ કરનાર મો.૮૧૪૧૧૨૫૬૧૨ સામે બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. બીજા મેસેજ ભેંસાણનાં કારીયા ગૃપ નામના વોટ્‌સએપ ગૃપમાં એક મેસેજ વાયરલ કરાયો હતો. જેમાં એમ લખ્યું હતું કે જૂનાગઢ જીલ્લાનાં ભેંસાણમાં પ્રથમ કોરોના પોઝિટીવ કેસ, ૬૦ વર્ષની વ્યકિત સાઉદી અરેબિયાથી આવી હતી. અત્યારે કોરોનાના લક્ષણો દેખાયા. રિપોર્ટ પોઝીટીવ આવ્યો, આ વ્યકિત ઘણા લોકોના સંપર્કમાં હતો. આવી પોસ્ટ મો.૭૪૩૬૦૪૧૨૬૪ નંબર ઉપરથી સૌપ્રથમ ભેસાણ તાલુકાનાં કરિયાના જીજ્ઞેશ દેવગીરી મેઘનાથીએ વાયરલ કરી હતી આથી તેની અટક કરાઈ છે. તેમજ માંગરોળનાં કાનાભાઈ મેરામણભાઈ ચાવડાએ પોતાના મોબાઈલ પરથી વોટ્‌સએપમાં એવો મેસેજ વાયરલ કર્યો કે ગિર સોમનાથ જીલ્લામાં પોઝીટીવ જાહેર થયેલ વ્યકિતને માંગરોળનાં તેના વ્યાવસાયિક પાર્ટનર અમદાવાદ એરપોર્ટથી રિસીવ કરી વેરાવળ મુકવા ગયો હતો અને તે પછી માંગરોળની ઘણી વ્યકિતોઅને મળ્યો હતો. આથી તેની સામે પણ ગુનો નોંધી તેમની પણ અટક કરાઈ છે.

error: Content is protected !!