ખરીદી સમયે ભીડ થતી હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરાવતી જૂનાગઢ પોલીસ

0

હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોય તમામ થાણા અમલદારોને કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના ધ્યાન ઉપર આવેલ કે કડીયાવાડ, સુખનાથ ચોક અને દાણાપીઠમાં ખરીદી સમયે એકસાથે ગ્રાહકોની ભીડ થતી હોય શાકમાર્કેટની ખરીદી જોખમકારક હોય વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે આપેલ સૂચનાનાં આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી. બારીયા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ વી.કે. ઉંજિયા, પીએસઆઇ એચ.ડી. વાઢેર, વી.આર. ચાવડા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, સંજયભાઇ, અનકભાઈ, દિનેશભાઈ સહિતની પોલીસ ટીમ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારી ડોડીયા તથા સ્ટાફ સાથે સંકલન કરી તમામ શાકભાજીની લારીવાળાની મિટિંગ કરી કડીયાવાડની શાકમાર્કેટ દાતાર રોડ ઉપર શિફ્‌ટ કરી લારીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રખાવી શાકભાજીના વેપારીઓને પણ શાકભાજી લેવા આવતા ગ્રાહકો વચ્ચે જગ્યા રાખવા સુચનાઓ કરી સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે, જેના લીધે લોકોને પહેલા કરતા ઘણા દૂર રાખી સોશ્યલ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે. આજ રીતે સુખનાથ ચોકમાં પણ વ્યવસ્થા ગોઠવવામાં આવતા, શાકભાજીના વેપારીઓ તથા ગ્રાહકોમાં સલામતીની લાગણી જન્મેલ છે. ઉપરાંત, લારીઓમાં સામે પણ ગ્રાહકોને ઉભા રહેવા માટે નિશાનીઓ કરી, સોશ્યલ ડિસ્ટન્સ રખાવવા કાર્યવાહી પણ કરવામાં આવેલ છે.
ઉપરાંત દાણાપીઠ ખાતે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા કાર્યવાહી કરાવી દાણાપીઠમાં ૧૧ થી ૨ વાગ્યા સુધી છૂટ આપવામાં આવેલ હોય ત્યાં પણ ભીડ થતી હોય, ખરીદી કરવા માત્ર રિટેઇલ વેપારીઓ જ આવે અને છૂટક ચીજ વસ્તુ લેવા આવતા લોકો નજીકની દુકાનમાંથી જ ખરીદી કરે તેવી વ્યવસ્થા હોલસેલ વેપારી એસોસીએશન સાથે સંકલન કરી વ્યવસ્થા ગોઠવવામાં આવતા તેમજ ખરીદી કરવા આવતા રિટેઇલ વેપારીઓ તથા માલવાહક વાહનો બહાર રાખવા અને માલ લઇ જવા સમયે જ વાહન અંદર લાવવાની વ્યવસ્થા ગોઠવતા ભીડ ઉપર કાબુ મેળવી સોશ્યલ ડિસ્ટન્સ રાખવા મહાદઅંશે સફળ થયેલ છે. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ બાબતે લોકડાઉનનો અમલ કરાવી વેપારીઓ તથા ગ્રાહકો સોશ્યલ ડિસ્ટન્સ રાખે એ માટે પ્રયત્નો કરી વેપારીઓ અને લોકોની ચિંતા કરી લોકોની સુરક્ષા માટે કડક પગલાઓ સાથે કાળજી પણ લેવાનું શરૂ કરવામાં આવેલ છે.

error: Content is protected !!